Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

lOAN લેતા પહેલા સાવધાન! બદલાતા યુગમાં EMI પ્લાનિંગ માટે હવે જૂના નિયમો કામ નહીં લાગે: જાણો 3 સચોટ રીતો અને જરૂરી ટેસ્ટ

આજના આધુનિક યુગમાં લોન લેવી એ પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે. મોબાઈલ પર થોડી ક્લિક્સમાં જ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લોન મળી જાય છે. પરંતુ, જેટલી સરળતાથી લોન મળે છે, તેટલી જ મુશ્કેલી તેના હપ્તા (EMI) ભરવામાં પડી શકે છે જો તેનું આયોજન યોગ્ય ન હોય. અગાઉના સમયમાં લોન લેવા માટે 2-6-10 નિયમ ખૂબ પ્રચલિત હતો, પરંતુ 2026ના આ મોંઘવારીના દોરમાં આ નિયમ હવે અપૂરતો સાબિત થઈ રહ્યો છે.

શું છે જૂનો 2-6-10 નિયમ અને તે હવે કેમ નબળો પડ્યો?

પરંપરાગત રીતે ઉધારી માટે 2-6-10 ફોર્મ્યુલાને શ્રેષ્ઠ માનવામાં આવતી હતી:

નિયમ: વસ્તુની કિંમત તમારી માસિક સેલરીના અડધાથી વધુ ન હોવી જોઈએ, લોનની અવધિ 6 મહિનાથી વધુ ન હોવી જોઈએ અને EMI તમારી આવકના 10% થી વધુ ન હોવી જોઈએ.આ નિયમ નાના કન્ઝ્યુમર લોન માટે હતો. પરંતુ આજે ભારતનું ઘરેલું દેવું (Household Debt) જીડીપીના અંદાજે 41.3% સુધી પહોંચી ગયું છે. ક્રેડિટ કાર્ડનું બાકી દેવું ઓક્ટોબર 2025 સુધીમાં 3.03 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આવી સ્થિતિમાં માત્ર 10% EMI ની મર્યાદા રાખવી એ વર્તમાન વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી.

EMI પ્લાનિંગ કરતી વખતે ન કરો આ મોટી ભૂલ
મોટાભાગના લોકો લોન લેતી વખતે પોતાની કુલ સેલરી (Gross Salary) ને આધાર બનાવે છે, જે સૌથી મોટી ભૂલ છે. અસલી મહત્વ તમારી કુલ સેલરીનું નહીં, પરંતુ ખર્ચ બાદ વધતી બચતનું છે.

ઉદાહરણ: ધારો કે બે વ્યક્તિઓ 1 લાખ રૂપિયા કમાય છે. એકનો ખર્ચ 35,000 છે અને બીજાનો 70,000 છે. જો બંને 30,000 ની EMI ભરે, તો બીજા વ્યક્તિ પાસે ઈમરજન્સી માટે કંઈ જ વધશે નહીં. એટલે કે, તમારી ‘નેટ સેવિંગ્સ’ જ તમારી લોન લેવાની અસલી ક્ષમતા નક્કી કરે છે.

EMI ની મર્યાદા કેટલી હોવી જોઈએ? (3 આધુનિક રીતો)
તમારી આર્થિક સ્થિતિ ખોરવાય નહીં તે માટે EMI નું આયોજન આ 3 રીતે કરવું જોઈએ:

30-35 ટકાનો નિયમ: તમારી કુલ EMI (તમામ લોન મળીને) તમારી નેટ ટેક-હોમ સેલરીના 30 થી 35 ટકાથી વધુ ન હોવી જોઈએ.

બચત પછીની મર્યાદા: ઘરના જરૂરી ખર્ચ અને રોકાણ બાદ જે રકમ (Surplus) વધે, તેના 60 થી 70 ટકાથી વધુ રકમ EMI માં ન જવી જોઈએ.

બચતનું સાતત્ય: EMI ચુકવ્યા પછી પણ તમારી આવકનો 15 થી 20 ટકા હિસ્સો ફરજિયાત બચતમાં જવો જોઈએ. જો EMI ને કારણે બચત બંધ થઈ રહી હોય, તો સમજી લો કે તમે તમારા ગજા બહારનું દેવું કરી રહ્યા છો.

લોન લેતા પહેલા ‘3 જરૂરી નાણાકીય ટેસ્ટ’ કરો
માત્ર બેંક લોન આપે છે એટલે લોન લેવી જોઈએ એવું નથી. લોન લેતા પહેલા આ 3 ટેસ્ટ પાસ કરવા જરૂરી છે:

1. છ મહિનાનો સુરક્ષા ટેસ્ટ (Emergency Fund Test)
શું તમારી પાસે ઓછામાં ઓછા 6 મહિનાના ઘરખર્ચ અને EMI કવર કરી શકે તેટલું ઈમરજન્સી ફંડ છે?. જો તમારી પાસે આ ફંડ નથી અને તમે લોન લો છો, તો નોકરી જવાની કે માંદગીની સ્થિતિમાં તમે દેવાના ડુંગર નીચે દબાઈ શકો છો.

2. વ્યાજ દર વધારાનો ટેસ્ટ (Interest Rate Shock Test)
જો ભવિષ્યમાં વ્યાજ દરોમાં 1-2 ટકાનો વધારો થાય, તો તમારી નવી EMI કેટલી હશે તે ગણી જુઓ. જો વ્યાજ વધ્યા પછી તમારું બજેટ ખોરવાતું હોય, તો તેનો અર્થ એ છે કે તમે તમારી ક્ષમતાથી મોટી લોન લઈ રહ્યા છો.

3. આવકની સ્થિરતાનો ટેસ્ટ (Income Stability Test)
આજના સ્ટાર્ટઅપ કલ્ચર અને કોન્ટ્રાક્ટ જોબના સમયમાં આવકની સ્થિરતા અનિવાર્ય છે. તમારી EMI પ્લાનિંગ ક્યારેય પણ બોનસ કે ઈન્સેન્ટિવ (વૈરિયેબલ પે) પર ન હોવું જોઈએ. ફિક્સ્ડ EMI ભરવા માટે તમારી પાસે ફિક્સ્ડ (સ્થિર) આવક હોવી જરૂરી છે.

સમજદારી એ જ સુરક્ષા
2-6-10 નિયમ આજે પણ સાવધાની રાખવાનો સંદેશ આપે છે, પરંતુ તે પૂરતો નથી. 2026ના આર્થિક માહોલમાં લોન એ જ શ્રેષ્ઠ છે જેમાં તમારી બચત ચાલુ રહે, તમારી પાસે ઈમરજન્સી ફંડ હોય અને આવકમાં ઉતાર-ચઢાવ આવે તો પણ તમે શાંતિથી ઉંઘી શકો. લોન લેતા પહેલા લાલચમાં ન આવીને આ ત્રણેય ટેસ્ટ જરૂર કરવા જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

Male Birth Control Pill: હવે પુરુષો માટે પણ આવશે ગર્ભનિરોધક ગોળી, સ્પર્મ પ્રોડક્શન પર લગાવશે બ્રેક

praxpatel

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus