ઇઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવમાં બીજા બે દેશો પણ જોડાયા છે અને જેમાં ઈરાક અને દુબઈનો સમાવેશ થાય છે. ઇરાને દુબઈ પર હુમલો છે અને જેના લીધે હવે દુબઈ એરસ્પેસ બંધ થઈ ગઈ છે જેના પડઘા ભારતમાં પણ પડ્યા છે અને હાલ ભારતે લગભગ એક મહિના સુધી એટલે કે 28 માર્ચ સુધી દુબઈ જતી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.
Dubai Airspace Closure: ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ વચ્ચે દુબઈના એરસ્પેસ પર લાગેલા પ્રતિબંધોનો પ્રભાવ ભારત સહિત વિશ્વભરમાં અનુભવાઈ રહ્યો છે. પશ્ચિમ એશિયાના એવિએશન કોરિડોરમાં અચાનક અસ્થિરતા સર્જાતા 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાંથી લગભગ 410 ફ્લાઈટ્સ પર સીધી અસર નોંધાઈ છે. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરતું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-ઉત્તર અમેરિકા વચ્ચેનું મુખ્ય હવાઈ જોડાણ છે. આ પરિસ્થિતિને કારણે IndiGo એ અલ્માટી, બાકુ, તાશ્કંદ અને ત્બિલિસી જતી પોતાની ફ્લાઈટ્સ 28 માર્ચ સુધી સ્થગિત કરી છે.
ડ્રોન હુમલા બાદ દુબઈ એરપોર્ટ બંધ
દુબઈની પ્રખ્યાત ઇમારત બુર્જ ખલિફા નજીક ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ દુબઈ ઇન્ટનનેશનલ એરપોર્ટ (Dubai International Airport) પર પણ હુમલો થયો જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ દુબઈના તમામ એરપોર્ટ્સ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે. ફ્લાઈટ્સ રદ થતાં ભારતના દિલ્હી અને મુંબઈ એરપોર્ટ્સ પર મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક મુસાફરો 20 કલાકથી વધુ સમય સુધી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશલ એરપોર્ટ પર અટવાયેલા રહ્યા હતા.
હાલની પરિસ્થિતિમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ પણ દુબઈમાં ફસાયેલી છે. તેમના પિતા પીવી રમનાએ જણાવ્યું છે કે ભારતીય દૂતાવાસ તેમની સાથે સંપર્કમાં છે અને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત અભિનેત્રી સોનલ ચૌહાણએ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી પાસે મદદની અપીલ કરી છે. સિંધુએ પોતાના સોશિયલ મીડિયા પર સંદેશ આપીને તેઓ સલામત હોવાનું જણાવ્યું હતું.
સંઘર્ષની અસર મધ્ય પ્રદેશના મુસાફરો પર પણ પડી છે. Air India Express ની શારજાહ-ઇન્દોર ફ્લાઈટ IX-256 તેમજ IX-255 રદ થતાં 100થી વધુ મુસાફરો દુબઈ અને શારજાહ એરપોર્ટ પર ફસાયા છે. શારજાહથી ઇન્દોર જતી ફ્લાઈટ બપોરે 12:20 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ રદ કરાઈ. ઘણા મુસાફરો કનેક્ટિંગ ફ્લાઈટ માટે પહેલાથી દુબઈ પહોંચી ગયા હતા. જેના કારણે તેઓ પણ ત્યાં જ અટવાયા છે.
ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોતના અહેવાલો સામે આવતા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને ઉત્તર પ્રદેશના લખનઉમાં વિરોધ પ્રદર્શન થયા. સેંકડો લોકો રસ્તા પર ઉતરી “ખામેનેઈ જિંદાબાદ” અને “અમેરિકા-ઇઝરાયલ મુર્દાબાદ” જેવા નારા લગાવતા જોવા મળ્યા. વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ, મુસાફરો અને વૈશ્વિક જોડાણ પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. પરિસ્થિતિ ક્યારે સ્થિર થશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે.
