Gujarat Plus
આંતરરાષ્ટ્રીય

શું ૫૦ લાશો પર બિછાવાશે AI માટે રેડ કાર્પેટ? એન્થ્રોપિકના લીક થયેલા ડ્રાફ્ટથી હોબાળો: ૫૦ મોત કે $૧ બિલિયનના નુકસાન વિના મોડેલ બેન ન કરવાની માંગ!

Anthropic
Anthropic : લોકપ્રિય AI ચેટબોટ ‘ક્લાઉડ’ (Claude) બનાવતી અગ્રણી કંપની એન્થ્રોપિક (Anthropic) દ્વારા અમેરિકન સરકાર સમક્ષ રજૂ કરાયેલા એક પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટને લઈને વિશ્વભરના ટેકનોલોજી અને સુરક્ષા નિષ્ણાતોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લીક થયેલી માહિતી અનુસાર, કંપની એવી માંગ કરી રહી છે કે કોઈપણ ખતરનાક AI મોડેલ પર સરકાર ત્યાં સુધી કાનૂની પ્રતિબંધ ન લગાવી શકે જ્યાં સુધી તેના કારણે ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત ન થાય અથવા ૧ બિલિયન ડોલર (આશરે ₹૯,૪૯૩ કરોડથી વધુ) નું આર્થિક નુકસાન ન પહોંચે.
આ અસામાન્ય શરત સામે આવતાં જ સુરક્ષા નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ પર કાર્યવાહી કરવા માટે નિર્દોષ નાગરિકોના લોહી વહેવાની રાહ જોવામાં આવશે?

શું છે એન્થ્રોપિકનો નવો પ્લાન?

અહેવાલો અનુસાર, કંપનીએ અમેરિકન ધારાશાસ્ત્રીઓ અને નીતિ નિર્માતાઓ સમક્ષ એક કાયદાકીય રૂપરેખા (Draft Bill) મોકલી છે:
  • સરકારી દખલગીરી મર્યાદિત કરવી: કંપની ઇચ્છે છે કે ફેડરલ સરકાર કે તેની એજન્સીઓ કોઈપણ નવા AI મોડેલના ડેવલપમેન્ટ કે રોલઆઉટને પોતાની મરજી મુજબ આસાનીથી અટકાવી ન શકે.
  • બેન માટેની ચોક્કસ લિમિટ: કોઈપણ AI સિસ્ટમને બ્લોક કે બેન કરવા માટે સરકારે સાબિત કરવું પડશે કે તેનાથી સીધા ૫૦ કે તેથી વધુ લોકોના મોત થયા છે અથવા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે, કે પછી મોડેલે $૧ બિલિયન જેટલું જંગી આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
  • એક દેશ, એક નિયમનો એજન્ડા: કેલિફોર્નિયા સહિતના વિવિધ રાજ્યોના અલગ-અલગ કડક સુરક્ષા કાયદાઓથી બચવા માટે કંપની સમગ્ર અમેરિકામાં એકસમાન રાષ્ટ્રીય નીતિ લાગુ કરાવવા માંગે છે, જેથી અલગ-અલગ કાનૂની ગૂંચવણો વિના તેમનો બિઝનેસ સરળતાથી ચાલતો રહે.

કયા સંજોગોમાં સરકાર મોડેલ પર રોક લગાવી શકશે?

બિલના ડ્રાફ્ટમાં AI સિસ્ટમને અટકાવવા માટે ત્રણ અતિ-સંવેદનશીલ પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે:
  1. જૈવિક હથિયારોનું જોખમ: જો AI નો ઉપયોગ ખતરનાક બાયોલોજીકલ વેપન્સ બનાવવામાં થયો હોય.
  2. કંટ્રોલ બહાર જવું: જો કોઈ AI મોડેલ તેના સર્જકના નિયંત્રણમાંથી બહાર નીકળીને આપમેળે (Autonomous) ગંભીર કૃત્યો કરવા લાગે.
  3. મોટો સાયબર એટેક: કોઈ અતિ-મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સિસ્ટમ પર વ્યાપક હેકિંગ કે સાયબર હુમલો થાય.
આ પૈકીની કોઈપણ પરિસ્થિતિમાં ૫૦ મોત કે $૧ બિલિયનના નુકસાનની શરત સાબિત થયા બાદ જ સરકાર પાસે પ્રતિબંધ લાદવાની સત્તા રહેશે.

૭૨ કલાકની મુદત અને કોર્ટની પ્રક્રિયા

આ ડ્રાફ્ટમાં સેફ્ટી ઓડિટ માટે એક અનોખી કાર્યપ્રણાલી ગોઠવવામાં આવી છે:
  • થર્ડ-પાર્ટી ઓડિટ: બહારના નિષ્ણાતો AI મોડેલની સલામતી તપાસશે. આ ઓડિટનો ખર્ચ કંપની પોતે ઉઠાવશે, પરંતુ પરિણામો કંપનીના હિત મુજબ અનુકૂળ બનાવવા પર આધારિત નહીં રહે.
  • ૭૨ કલાકમાં રિપોર્ટ: જો ઓડિટ કરનાર ટીમને કોઈ તાત્કાલિક મોટો ખતરો જણાય, તો તેમણે ૭૨ કલાકની અંદર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સને જાણ કરવાની રહેશે.
  • સીધો પ્રતિબંધ નહીં: વાણિજ્ય વિભાગ પણ સીધો પ્રતિબંધ નહીં લગાવી શકે, તેમણે તે મોડેલને બ્લોક કરવા માટે અદાલતમાં જઈને કાનૂની આદેશ મેળવવો પડશે.

સુરક્ષાના દાવા અને ભવિષ્યની નીતિ સામે સવાલો

જોકે આ પ્રસ્તાવમાં કંપનીઓએ પોતાના સેફ્ટી રૂલ્સ સાર્વજનિક કરવા, જોખમો પર રિપોર્ટ પબ્લિશ કરવા અને વ્હિસલબ્લોઅર (ખામી ઉજાગર કરનાર કર્મચારીઓ) ને સુરક્ષા આપવા જેવી જોગવાઈઓ સામેલ કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું વહીવટી તંત્ર આ પ્રકારની ઢીલી શરતોને મંજૂરી આપશે? કારણ કે આ પ્રકારના નિયમો પૂર્વ-તકેદારી રાખવાને બદલે મોટી હોનારત સર્જાયા પછી જ પગલાં લેવાની છૂટ આપે છે.

 

સંબંધિત પોસ્ટ્સ

શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કર-એ-તૈયબાના નેતાઓ સામેલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

praxpatel

ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 21 લોકોના મોત, 61 ઘાયલ; રોબોટ દ્વારા બચાવ કામગીરી

praxpatel

અંતરિક્ષમાં પહોંચાડતા રોકેટની ટેકનોલોજીથી બનેલી ટેસ્લાની ફ્લાઈંગ કાર, ખાસ ટેકનોલોજીને મંજૂરી મળવી પણ મુશ્કેલ

praxpatel