Gujarat Plus
Breaking News
અન્યખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને શુ આપ્યો જવાબ !

કિસાન સંઘે સરકારના સમાધાન અંગે આલોચના કરનારાઓને આપ્યો જવાબ !

હાલના સમયમાં અમુક રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા જાતને “બિનરાજકીય” તરીકે રજૂ કરીને ગુજરાતના ખેડૂત સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી ભ્રમજનક પ્રવૃત્તિઓ ખેડૂત એકતાને ખંડિત કરે છે અને ખેડૂત હિત માટે ચાલતા નિષ્કામ તથા વર્ષોથી સંઘર્ષરત આંદોલનોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.

ખેડૂતના હક્ક, સ્વાભિમાન અને ન્યાય માટે સતત કાર્યરત ભારતીય કિસાન સંઘની પ્રતિષ્ઠા સામે શંકા ઊભી કરવી કે તેને કમજોર કરવાનો પ્રયાસ કરવો — તે ખેડૂત સમાજના હિત વિરુદ્ધ છે. આવા પ્રયાસો સ્વાર્થપ્રેરિત રાજકીય હેતુઓથી પ્રેરિત છે, જે ખેડૂત સંઘર્ષને ગેરદિશામાં દોરે છે.

ગુજરાતનો ખેડૂત હવે સજાગ, સમજદાર અને સંઘઠિત છે. કોણ ખેડૂતના પ્રશ્નો માટે નિષ્ઠાપૂર્વક લડી રહ્યું છે અને કોણ માત્ર ખેડૂતના નામે પોતાનો સ્વાર્થ સાધી રહ્યું છે — એ ખેડૂત સારી રીતે ઓળખી ચૂક્યો છે. સમય આવતાં ખેડૂત સમાજ સંગઠિત, સંયમિત અને દ્રઢ રીતે યોગ્ય જવાબ આપશે.

આઓ જોઇએ કોંગ્રેસને શુ કહ્યું હતું

ભારતીય કિસાન સંઘે એની પરંપરા મુજબ ફરી એકવાર ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું

સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસી ભારતિય કિસાન સંઘે કુલડીમાં ગોળ ભાંગ્યો

12 તારીખના આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરી

સરકારે કઈ 12 માંગણીઓનો લેખિતમાં સ્વીકાર કર્યો ? ભારતીય કિસાન સંઘ જાહેર કરે

ગુજરાતના ખેડૂતોની મુખ્ય સમસ્યા જમીન માપણી સરકાર રદ્દ કરી આપવાની છે ???

ખાનગી વીજ કંપનીઓ હવે ખેડૂતોને પોલ દીઠ 2 કરોડ આપી દેવાની છે ??

સરકાર વીજ લાઇન પીડિત ને કોમર્શિયલ માર્કેટ રેટના 4 ગણું વળતર આપવાનો હુકમ કરવાની છે ??

પાકવીમાં યોજના સરકારી કંપનીના માધ્યમથી ચાલુ કરવાની છે ??

ગુજરાતના ખેડૂતોનું દેવું સરકાર માફ કરી દેવાની છે ??

MSP નો C2 +50 નો કાયદો ગુજરાત સરકાર બનાવી દેવાની છે ??

નકલી દવા ખાતર બિયારણ ગુજરાતમાં સંપૂર્ણપણે બંધ થઈ જવાનું છે ??

ખાતર સાથે આપવામાં આવતા નેનો ના ડબલા બંધ કરી દેવામાં આવશે ??

ઊતર ગુજરાતમાં પાણી તળ 1500 ફૂટે થી 500 ફૂટે આવી જાય આવી કોઈ યોજના સરકારે જાહેર કરી છે ?

ગુજરાતના ખેડૂતોને મુજવતી ઉપર પૈકીની કોઈ એક સમસ્યાનું પણ સમાધાન કિસાન સંઘ લાવ્યું નથી

કિસાન સંઘ જે જે મુદ્દે ખેડૂતોમાં આક્રોશ ઉભો થાય એ આક્રોશને શાંત કરી સરકારને મદદ કરવાનું કામ કરે છે

આ ખાનગી વીજ કંપનીઓને મદદ કરવાથી ભારતીય કિસાન સંઘને કેટલો અને કેવો ફાયદો થયો એ જાહેર કરે

અપના કામ બનતા ભાળ મેં જાયે જનતા(ખેડૂત) સૂત્ર મુજબ ભારતીય કિસાન સંઘે કામ કર્યું

ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું ભારતીય કિસાન સંઘ બંધ કરે

કુલડીમાં ગોળ ભાંગવો અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવું એ ભારતીય કિસાન સંઘની પરંપરા અને ઇતિહાસ રહ્યો છે

સંબંધિત પોસ્ટ્સ

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali

દમણમાં ગેસની તંગી વચ્ચે સોસાયટીની અનોખી પહેલ: ‘સાર્વજનિક ચૂલા’ પર બનાવાયું અનેક પરિવારોનું ભોજન

praxpatel

PMના કાર્યક્રમના ખર્ચા મુદ્દે CID તપાસની માંગ: ચૈતર વસાવા

ANIL PATEL