DNA ટેસ્ટ : વૈવાહિક વિવાદ અને છૂટાછેડાના કેસમાં બાળકના પિતૃત્વની તપાસ માટે DNA ટેસ્ટનો આદેશ આપવો યોગ્ય છે, તેવો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની બેન્ચે પત્નીની અરજી ફગાવીને પૂણે ફેમિલી કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના DNA ટેસ્ટના આદેશને માન્ય રાખ્યો છે.
સમગ્ર મામલો અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી:
-
છૂટાછેડાનો આધાર: પતિએ પત્ની પર બેવફાઈ અને અન્ય સંબંધોનો આરોપ મૂકી છૂટાછેડા માંગ્યા હતા અને દાવો કર્યો હતો કે તે બાળકના બાયોલોજીકલ પિતા નથી.
-
પ્રાથમિક DNA રિપોર્ટ: પતિએ હૈદરાબાદની લેબમાં કરાવેલા ખાનગી ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેના આધારે કોર્ટ દ્વારા સત્તાવાર DNA ટેસ્ટ કરાવવાની માંગ કરાઈ હતી.
-
કોર્ટનું વલણ: પત્ની દ્વારા DNA ટેસ્ટના વિરોધ સામે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે જો તમે સાચા છો તો ટેસ્ટ સામે વાંધો કેમ હોઈ શકે?
-
ટેસ્ટની જરૂરિયાત: અદાલતે નોંધ્યું કે જ્યારે છેતરપિંડી અને બેવફાઈ જ કેસનો મુખ્ય આધાર હોય, ત્યારે પતિને પોતાના આરોપો સાબિત કરવાની તક આપવા માટે DNA ટેસ્ટ જરૂરી બની જાય છે.
