Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ભૂકંપ આવતાં જ 320 km/h ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે: ગુજરાત અને મહારાષ્ટ્રમાં 6 સ્થળોએ લગાવાશે અદ્યતન સિસ્મોમીટર

bullet train

bullet train : અમદાવાદ-મુંબઈ વચ્ચે નિર્માણાધીન દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેનની સુરક્ષા વ્યવસ્થાને લઈને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ અત્યાધુનિક સેફ્ટી પ્લાન તૈયાર કર્યો છે. કલાકના 320 કિલોમીટરની તોફાની ઝડપે દોડતી આ ટ્રેન ભૂકંપ જેવી કુદરતી આપત્તિ વખતે પણ સંપૂર્ણ સુરક્ષિત રહે તે માટે જાપાનની સુપ્રસિદ્ધ ‘શિંકાનસેન’ સિસ્ટમની આપત્તિ વ્યવસ્થાપન ટેકનોલોજી લાગુ કરવામાં આવી રહી છે.

આ સિસ્ટમ અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રના હાઈ-રિસ્ક સિસ્મિક ઝોનમાં 6 મહત્વના સ્થળોએ અલ્ટ્રા-સેન્સિટિવ સિસ્મોમીટર (Seismometers) ઇન્સ્ટોલ કરવામાં આવશે.

જાપાનીઝ ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’ કેવી રીતે કરશે કામ?

  • પ્રાથમિક તરંગો (P-Waves) ની ઓળખ: જ્યારે ધરતીકંપ આવે છે, ત્યારે નુકસાન પહોંચાડનારા ગૌણ તરંગો (S-Waves) પહેલાં અદ્રશ્ય પ્રાથમિક તરંગો જમીનમાંથી નીકળે છે. સિસ્મોમીટર આ તરંગોને સેકન્ડના સોમા ભાગમાં ઓળખી લેશે.

  • ઓટોમેટિક પાવર કટ: સિસ્મોમીટર સિગ્નલ પકડતાં જ સમગ્ર બુલેટ ટ્રેન ટ્રેકનો વિદ્યુત પ્રવાહ (ટ્રેક્શન પાવર સપ્લાય) આપોઆપ કટ થઈ જશે.

  • ઇમરજન્સી બ્રેકિંગ: પાવર સપ્લાય બંધ થતાંની સાથે જ 320 ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેનમાં હાઈ-ટેક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ જાતે જ સક્રિય થઈ જશે અને ટ્રેન સુરક્ષિત રીતે ટ્રેક પર થંભી જશે, જેથી ટ્રેન પાટા પરથી ઉતરવાની કોઈ શક્યતા રહેશે નહીં.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્યાં લખાશે આ સેન્સર્સ?

ભૂકંપની શક્યતાઓ અને ભૌગોલિક ફોલ્ટ લાઇન્સને ધ્યાનમાં રાખીને 6 મુખ્ય સ્થળો પસંદ કરવામાં આવ્યા છે:

  • ગુજરાત: ભરૂચ, વડોદરા અને સુરત પંથકના ભૂકંપની શક્યતા ધરાવતા વિસ્તારો.

  • મહારાષ્ટ્ર: મુંબઈ, થાણે અને પાલઘરના દરિયાકાંઠાના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારો.

આ સિસ્ટમના કારણે પ્રવાસીઓ કોઈપણ પ્રકારના અકસ્માતના ભય વિના બુલેટ ટ્રેનમાં અત્યંત સલામત મુસાફરી કરી શકશે.

સંબંધિત પોસ્ટ્સ

ક્યાં ગુમ છે ‘વિકરાલ ઔર ગબરાલ’ના ગબરુ? ૩ ફૂટના એક્ટરને હાઈટ પર મળતા મહેણાં, ૨૩ વર્ષ બાદ ફરી ચર્ચામાં કેકે ગોસ્વામી

praxpatel

ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ: ‘યુરેનિયમ અમારી માટી જેટલું પવિત્ર, કોઈને નહીં આપીએ’

praxpatel

ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ: TET ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ

praxpatel