Donald trump : વિશ્વભરના દિગ્ગજ નેતાઓ, રાષ્ટ્રપ્રમુખો અને સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ જાળવવા માટે સખત ડાયેટ ચાર્ટ, કેલરી કાઉન્ટ, ગ્રીન સલાડ, સ્મૂધી અને નિયમિત જિમ વર્કઆઉટને અનુસરતા હોય છે. પરંતુ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની જીવનશૈલી આ તમામ હેલ્થ રૂલ્સથી સાવ વિપરીત છે. જેને સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે તેવા ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ મીટ અને ડાયેટ કોક પર જ ટ્રમ્પ પોતાના મોટાભાગના નિર્ણયો લેતા આવ્યા છે.
તેમનું આ અનોખું ફૂડ રૂટીન કોઈપણ ન્યુટ્રિશનિસ્ટ કે ડાયેટિશિયનને અચરજમાં મૂકી દે તેવું છે.
દિવસમાં 12 કેન ડાયેટ કોક: વ્હાઇટ હાઉસના ટેબલ પર હતું સ્પેશિયલ બટન
ડોનાલ્ડ ટ્રમ્પને ડાયેટ કોક (Diet Coke) પ્રત્યે અસાધારણ લગાવ છે:
-
12 કેન કોલ્ડ્રિંક: અહેવાલો અનુસાર તેઓ દિવસ દરમિયાન 12 કેન જેટલું ડાયેટ કોક પી જાય છે. ન્યુટ્રિશનિસ્ટ્સ હંમેશા આર્ટીફિશિયલ સ્વીટનર અને હાઈ-કેફીન ધરાવતા ડ્રિંક્સથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ ટ્રમ્પ વર્ષોથી આ આદત જાળવી રહ્યા છે.
-
ડેસ્ક પર ‘રેડ બટન’: વ્હાઇટ હાઉસમાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઓવલ ઓફિસની ડેસ્ક પર એક ખાસ કૉલ બટન લગાવવામાં આવ્યું હતું. આ બટન દબાવતાની સાથે જ બટલર તેમના માટે ડાયેટ કોકનું નવું કેન લઈને હાજર થઈ જતો હતો.
કેએફસી, મેકડોનાલ્ડ્સ અને પિઝા: 4 ફેવરિટ ફૂડ ગ્રુપ્સ
ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગીઓ કોરી લેવાન્ડોવ્સ્કી અને ડેવિડ બોસીના પુસ્તક અનુસાર, ટ્રમ્પના પ્રાઇવેટ પ્લેનમાં હંમેશા ચાર ફૂડ આઈટમ્સનો સ્ટોક રહેતો: KFC, મેકડોનાલ્ડ્સ, પિઝા અને ડાયેટ કોક.
-
મેકડોનાલ્ડ્સનો ફેવરિટ ઓર્ડર: એક્સ્ટ્રા કેચપ સાથે ક્વાર્ટર પાઉન્ડર ચીઝ બર્ગર (અથાણાં વગર) અને સાથે ફ્રાઇડ એપલ પાઇ.
-
2400 કેલરીનું ડિનર: રાત્રિ ભોજનમાં ઘણીવાર તેઓ બે બિગ મેક બર્ગર, બે ફિલેટ-ઓ-ફિશ સેન્ડવિચ અને એક ચોકલેટ માલ્ટેડ શેક લેતા, જેનું કુલ કેલરી મૂલ્ય આશરે 2400 કેલરી જેટલું થવા જાય છે.
મીઠાઈના શોખીન અને શાકભાજીથી અંતર
-
બે સ્કૂપ આઈસ્ક્રીમ: વ્હાઇટ હાઉસના સત્તાવાર ડિનરમાં અન્ય મહેમાનોને એક સ્કૂપ આઈસ્ક્રીમ અપાતો હતો, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમને સ્પેશિયલ બે સ્કૂપ આઈસ્ક્રીમ પીરસવામાં આવતો. આ સિવાય ઓરિયો બિસ્કિટ અને ચિપ્સ તેમના મનપસંદ સ્નેક્સ છે.
-
શાકભાજી છુપાવવાની ટ્રિક: ટ્રમ્પના પૂર્વ બટલરે જણાવ્યું હતું કે તેમને કાચા સલાડ કે લીલા શાકભાજી બિલકુલ પસંદ નથી. તેઓ વેલ-ડન પાકેલું સ્ટીક (મીટ) વધારે પડતા કેચપ સાથે ખાવાનું પસંદ કરે છે. જો તેમની ડાયેટમાં શાકભાજી વધારવી હોય, તો મેશ્ડ પોટેટોમાં બાફેલી કોબીજ મિક્સ કરીને તેમને ખવડાવવી પડતી હતી.
વર્કઆઉટથી અંતર અને માત્ર 4 કલાકની ઊંઘ
કસરત કે જિમ વર્કઆઉટ અંગે પૂછવામાં આવતાં ટ્રમ્પ હંમેશાં મજાક ઉડાવતા કહે છે કે તેમના માટે “વન મિનિટ વર્કઆઉટ મેક્સિમમ” છે.
આટલી બધી પ્રોસેસ્ડ ડાયેટ હોવા છતાં તેમની એક સૌથી મોટી હકારાત્મક બાબત એ છે કે તેઓ દારૂ, ધૂમ્રપાન (તમાકુ) અને કોફીથી આજીવન સંપૂર્ણપણે દૂર રહ્યા છે. તેઓ રાત્રે માત્ર 4 થી 5 કલાકની ઊંઘ લે છે અને પોતાની અખૂટ ઉર્જાનો શ્રેય કોઈપણ હેલ્ધી લાઇફસ્ટાઇલને બદલે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ (Willpower) ને આપે છે. તબીબી જગત માટે ટ્રમ્પનું આ અનહેલ્ધી રૂટીન આજે પણ એક ‘યુનિક ટ્રમ્પિયન ડાયેટ’ કોયડો બનેલું છે.
