PM Awas Yojana ; શહેરમાં ભાડાના મકાનમાં રહેતા અને પોતાનું ઘર ખરીદવા માંગતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 (PMAY-U 2.0) અત્યંત મદદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 કરોડ શહેરી પરિવારોને પક્કા ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે ₹10 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
હોમ લોન વ્યાજ સબસિડી: ₹8 લાખ સુધીની હોમ લોન પર વાર્ષિક 4% વ્યાજ સબસિડી મળશે, જેનાથી મહત્તમ ₹1.80 લાખ સુધીનો લાભ થશે.
-
જમીન ધરાવતા પરિવારો: પોતાની જમીન પર પક્કું ઘર બનાવવા માટે ₹1.5 લાખ સુધીની કેન્દ્રીય સહાય મળશે.
-
જમીન ન ધરાવતા પરિવારો: EWS (આર્થિક રીતે નબળા) વર્ગ માટે સરકારી કે પ્રાઇવેટ એજન્સીઓ સાથે મળીને બનાવવામાં આવતા ઘર પર ₹1.5 લાખની સહાય.
-
અફોર્ડેબિલ રજિસ્ટર્ડ રેન્ટલ હાઉસિંગ: પરપ્રાંતિય મજૂરો, કામકાજી મહિલાઓ અને શહેરી ગરીબો માટે સસ્તા ભાડાના મકાનોની વ્યવસ્થા.
-
કુલ બજેટ: ₹10 લાખ કરોડના પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા ₹2.30 લાખ કરોડની સીધી નાણાકીય સહાય પૂરી પડાશે.
આવક જૂથ (Income Eligibility Criteria):
તમારા માટે કયો વિકલ્પ યોગ્ય છે?
-
જમીન છે પણ પૈસા નથી? -> નવું મકાન બનાવવા માટે ₹1.5 લાખની સીધી સહાય મેળવો.
-
જમીન નથી? -> અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ મકાનની અરજી કરો.
-
ઘર ખરીદવા લોન લેવી છે? -> 4% વ્યાજ સબસિડી યોજનાનો લાભ લો.
-
હાલમાં ભાડે રહો છો? -> અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમમાં વિકલ્પ પસંદ કરી શકો છો.
