Gujarat Plus
તાજા સમાચારસ્પોર્ટ્સ

IPL ઓક્શન ૨૦૨૭માં દેખાશે આર્યવીર સેહવાગ, મોહિત ઉલ્વા પણ સામે આવ્યા; રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનું નામ ગાયબ

IPL ઓક્શન ૨૦૨૭માં દેખાશે આર્યવીર સેહવાગ, મોહિત ઉલ્વા પણ સામે આવ્યા; રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનું નામ ગાયબ
નવી દિલ્હી: આગામી IPL ઓક્શન ૨૦૨૭ ની તૈયારીઓ તેજ બની ગઈ છે. તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર થયા બાદ હવે હરાજીમાં સામેલ થનારા ખેલાડીઓના નામ પણ સામે આવવા લાગ્યા છે. આગામી ૧૬ ડિસેમ્બરના રોજ યોજાનારી આ હરાજીમાં કેટલાક યુવા અને નવા ભારતીય ચહેરાઓ પર સૌની નજર રહેશે. પૂર્વ ભારતીય વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે, જ્યારે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનું નામ યાદીમાંથી ગાયબ છે.

આર્યવીર સેહવાગ અને મોહિત ઉલ્વા પર લાગી શકે છે મોટી બોલી

તાજેતરમાં રમાયેલા અંડર-૧૯ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય યુવા ખેલાડીઓના નામ ઓક્શનની સંભવિત યાદીમાં સામે આવ્યા છે. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-૧૯ એશિયા કપમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા, જેના કારણે હરાજીમાં તેમના પર મોટી બોલી લાગવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, પાકિસ્તાન સામેની ફાઇનલ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મોહિત ઉલ્વા અને કાવ્ય પટેલનું નામ પણ હરાજીની યાદીમાં જોવા મળી રહ્યું છે.

અન્વય દ્રવિડ અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાની હરાજીથી દૂર

ક્રિકબઝના અહેવાલ મુજબ, અંડર-૧૯ એશિયા કપ માટે ભારતીય ટીમના કેપ્ટન રહેલા લક્ષ્ય રાયચંદાનીનું નામ આ યાદીમાં નથી. આ સાથે જ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ અને મનાલ ચૌહાણે પણ હરાજી માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, જેથી ઓક્શનના દિવસે તેમના નામ પર બોલી લાગશે નહીં. જોકે, BCCI કે IPL દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

ડેવિડ વોર્નર અને નિખિલ ચૌધરી પણ ઓક્શનના મેદાનમાં

યુવા ભારતીય ખેલાડીઓ ઉપરાંત વિદેશી સ્ટાર ખેલાડીઓના નામ પણ સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર અને અનેક IPL ટીમો તરફથી રમી ચૂકેલા ડેવિડ વોર્નરનું નામ પણ હરાજીની યાદીમાં સામેલ છે. આ સાથે જ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નિખિલ ચૌધરી પર પણ આગામી ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીઓ બોલી લગાવતી જોવા મળશે.

સંબંધિત પોસ્ટ્સ

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી શરૂ થયું ’મૂન મિશન’?

praxpatel

ભાજપના મંત્રીની કાર રોકી, જેડીયુ ધારાસભ્યને ભાગવું પડ્યું… CM નીતિશના ઘેર સમર્થકોનો જમાવડો

Maheriya Nirali