‘ડોલર’ કોડવર્ડથી MD ડ્રગ્સ વેચતી મહિલા વસ્ત્રાલમાંથી ઝડપાઈ
દાણીલીમડા, દરિયાપુર, રાયપુર અને મેઘાણીનગરમાં પણ પોલીસની કાર્યવાહી
-
દાણીલીમડા (પ્રથમ દરોડો): SOG ક્રાઈમ બ્રાન્ચે ઢોરબજાર મેદાનની ઝાડીઓમાંથી મોહમ્મદ અસલમ ઉર્ફે મામા મલેકને ₹૨.૯૬ લાખની કિંમતની કોડેઈન કફ સીરપની ૨૫૨ બોટલો સાથે ઝડપી કુલ ₹૩.૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સપ્લાયર એઝાઝ ઉર્ફે જાદુ, રઈશ ઉર્ફે પટવા પઠાણ અને સનોફરને વોન્ટેડ જાહેર કરાયા છે.
-
દાણીલીમડા (બીજો દરોડો): પોલીસે બેરલ માર્કેટ સામેની ગલીમાં CNG રિક્ષામાંથી સલમાન ગુલઝારખાન પઠાણને કફ સીરપની ૧૦૦ બોટલ અને રિક્ષા સહિત ₹૧.૯૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી સપ્લાયર ઇર્શાદ ઉર્ફે ઇસ્સો શેખની શોધખોળ હાથ ધરી છે.
-
દરિયાપુર: લુણસાવાડ ત્રણ બત્તી પાસેથી ફેસલ મુસ્તાકબેગ મિરઝાને ૬૩.૧૭૦ ગ્રામ ગાંજો, ૪.૫૬૦ ગ્રામ ચરસ અને ટુ-વ્હીલર સહિત ₹૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી સપ્લાયર શકીલ સિધ્ધી ઉર્ફે બાદશાહની તપાસ શરૂ કરી છે.
-
રાયપુર: એન્ટી નાર્કોટિક્સ વિંગ અને કાગડાપીઠ પોલીસે રાયપુર ભજીયા હાઉસ બહારથી ફિરોજભાઈ મલેક અને સોહેલ શેખને ૬.૧૮૦ ગ્રામ મેફેડ્રોન અને ટુ-વ્હીલર સહિત ₹૧.૦૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી સપ્લાયર ઇમુ શાહેઆલમની શોધખોળ આદરી છે.
-
મેઘાણીનગર: ભાર્ગવ રોડ પરથી વિશાલ ઉર્ફે ગાંગો રમેશભાઈ પટણીને નશાકારક પદાર્થ સાથે ઝડપીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
