Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

રેસકોર્સ પાર્કમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ: બહારથી ગ્રાહક બોલાવી ₹૧,૦૦૦ વસૂલી દેહવ્યાપાર કરાવાતો

રેસકોર્સ પાર્કમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ: બહારથી ગ્રાહક બોલાવી ₹૧,૦૦૦ વસૂલી દેહવ્યાપાર કરાવાતો
રાજકોટ: રાજકોટ શહેરમાં દેહવ્યાપારના દૂષણને ડામવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ પાર્કમાં રિંગ રોડ પર આવેલા એક ફ્લેટમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન સામે આવ્યું છે કે સંચાલિકા બહારથી મહિલાઓ અને ગ્રાહકો બોલાવીને દેહવ્યાપાર કરાવતી હતી અને ગ્રાહક દીઠ ₹૧,૦૦૦ વસૂલી તેમાંથી ₹૫૦૦ લલનાને આપી બાકીના ₹૫૦૦ કમિશન પેટે પોતે રાખી લેતી હતી.

ડમી ગ્રાહક મોકલી AHTU એ પાડ્યો સફળ દરોડો

રાજકોટ શહેર AHTU ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રેસકોર્સ પાર્ક વિસ્તારમાં એક મહિલા પોતાના ફ્લેટમાં બહારથી ગ્રાહકો બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે સ્થળ પર ડમી ગ્રાહક (Decoy) મોકલ્યો હતો. ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતા જ પોલીસ ટીમે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ફ્લેટ ધારક મહિલા શિલ્પાબેન ગીરીશભાઈ માણેક (ઉં.વ. ૬૦) રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

ગ્રાહકો પાસેથી ₹૧,૦૦૦ લઈ અડધા પૈસા પોતે રાખતી હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કૂટણખાનું ચલાવનાર ૬૦ વર્ષીય શિલ્પાબેન માણેક મૂળ કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગર વિસ્તારમાં રહે છે. તેણીએ રેસકોર્સ પાર્કના ફ્લેટ ખાતે માંડા ડુંગર વિસ્તારમાં રહેતી એક મહિલાને બોલાવી હતી અને બહારથી ગ્રાહકો બોલાવીને દેહવ્યાપાર કરાવતી હતી. દરેક ગ્રાહક પાસેથી ₹૧,૦૦૦ વસૂલીને ₹૫૦૦ લલનાને આપતી અને બાકીના ₹૫૦૦ પોતાની પાસે રાખીને આર્થિક કમાણી કરતી હતી.

₹૧૩,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ

દરોડા બાદ પોલીસે આરોપી શિલ્પાબેન માણેકની અંગજડતી લેતા તેમની પાસેથી ₹૩,૫૦૦ રોકડા તથા ₹૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ ₹૧૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મહિલા કેટલા સમયથી આ કૂટણખાનું ચલાવતી હતી, અન્ય કઈ મહિલાઓ તેના સંપર્કમાં હતી અને તે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali

તમિલનાડુમાં મોટો રાજકીય ભૂકંપ: પરિણામોના 21 દિવસમાં જ AIADMK ના 3 ધારાસભ્યોના રાજીનામા, તરત જ TVK માં જોડાયા

praxpatel

જામનગરમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં? ‘પાપા લુઈસ પિઝા’ના પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાનો ગંભીર આક્ષેપ, ફૂડ શાખા સામે પણ રોષ

praxpatel