Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

તારીખ પર તારીખ: જજ ૧૧ મહિનાથી નહોતા આપતા ચુકાદો, વકીલની ધીરજ ખૂટી અને કોર્ટરૂમમાં જ ખુરશી સળગાવી દીધી!

તારીખ પર તારીખ: જજ ૧૧ મહિનાથી નહોતા આપતા ચુકાદો, વકીલની ધીરજ ખૂટી અને કોર્ટરૂમમાં જ ખુરશી સળગાવી દીધી!

કોર્ટોમાં કેસોની સુનાવણી વર્ષો સુધી ચાલવી અને પક્ષકારોને ‘તારીખ પર તારીખ’ મળવી એ કોઈ નવી વાત નથી, પરંતુ પાકિસ્તાનની એક અદાલતમાં ન્યાયમાં થયેલા વિલંબ સામે વિરોધ કરવાનો એક અજીબોગરીબ અને હિંસક કિસ્સો સામે આવ્યો છે. સિંધ હાઇકોર્ટની હૈદરાબાદ સર્કિટ બેન્ચમાં જજ દ્વારા ૧૧ મહિનાથી ચુકાદો અનામત રાખવામાં આવતાં એક વકીલ એટલો ગુસ્સે ભરાયો કે તેણે ભરી અદાલતમાં પોતાની જ ખુરશીને આગ ચાંપી દીધી હતી.

આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ કોર્ટરૂમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને પાકિસ્તાનની ન્યાય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

શું હતો સમગ્ર મામલો અને વકીલ કેમ ભડક્યા?

  • જમીન વિવાદનો કેસ: પ્રાપ્ત અહેવાલો અનુસાર, નવાબશાહ વિસ્તારના એક સિવિલ જમીન વિવાદ અંગેનો આ કેસ હતો, જેમાં જસ્ટિસ જવાદ અકબર સાવાનાએ લાંબા સમયથી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

  • ચુકાદો આપવાનો ઇનકાર: કેસ લડી રહેલા વકીલ સિકંદર ભટ્ટી જ્યારે આ કેસમાં સુનાવણી માટે પહોંચ્યા ત્યારે જજે ચુકાદો સંભળાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

  • પરિવાર સાથે જોડાયેલો કેસ: સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જમીન વિવાદ વકીલ સિકંદર ભટ્ટીના પોતાના પરિવાર સાથે સંબંધિત હતો. તેઓ છેલ્લા ૧૧ મહિનાથી ચુકાદાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સતત વિલંબ અને જજના વલણથી હતાશ થઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કોર્ટરૂમમાં બેસવાની ખુરશીને જ આગ લગાવી દીધી હતી.

બાર એસોસિએશને જજ સામે ગંભીર આક્ષેપો કર્યા

હૈદરાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અયાઝ ટુનિયોએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી:

  • ઘટનાની તપાસ: બાર એસોસિએશને કોર્ટરૂમમાં આગ લગાવવાના કૃત્યની નિંદા કરી છે અને તેની આંતરિક તપાસ કરવાની ખાતરી આપી છે.

  • જજ સામે ભારે નારાજગી: જોકે, બાર એસોસિએશને જસ્ટિસ જવાદ અકબર સાવાનાની કાર્યશૈલી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જસ્ટિસ સાવાના પાસે આવા અનેક કેસોના ચુકાદા મહિનાઓથી પેન્ડિંગ પડ્યા છે, જેના કારણે અરજદારો અને વકીલોમાં ભારે નિરાશા અને ગુસ્સો છે. વકીલોએ અગાઉ જજના ચેમ્બરમાં જઈને પણ બાકી ચુકાદાઓ ઝડપથી સંભળાવવા રજૂઆત કરી હતી.

પાકિસ્તાનમાં ૧૮.૬ લાખથી વધુ કેસો પેન્ડિંગ

આ ઘટનાએ પાકિસ્તાનની કથળેલી ન્યાયિક વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે:

  • સરકારી આંકડાઓ અને અહેવાલો મુજબ, પાકિસ્તાનની નીચલી અને જિલ્લા અદાલતોમાં હાલમાં ૧૮.૬ લાખથી વધુ કેસો વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે.

  • અદાલતોમાં ભ્રષ્ટાચાર, જર્જરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જજો તથા કોર્ટ સ્ટાફની ભારે અછતને કારણે સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે આખી જિંદગી કોર્ટના ધક્કા ખાવા પડે છે.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકામાં ચીનની મોટી ચાલ: કેલિફોર્નિયાના આ શહેરના મેયર જ નીકળ્યા ચીની જાસૂસ, FBIના ખુલાસાથી ખળભળાટ

praxpatel

મોટી હોનારત: ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, દૂતાવાસે શરૂ કર્યો કંટ્રોલ રૂમ

praxpatel

‘વિદેશમાં નિયમો પાળો છો તો ભારતમાં કેમ નહીં?’ ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટની લપડાક, વળતરમાં પણ કર્યો વધારો

praxpatel