Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

થાઈલેન્ડની મહારાણીએ એકલા ઉડાવ્યું ફાઈટર જેટ: જે રાજાની બોડીગાર્ડ હતી, તેની સાથે જ કર્યા લગ્ન; સાચે જ ફિલ્મી છે આખી કહાની!

થાઈલેન્ડની મહારાણીએ એકલા ઉડાવ્યું ફાઈટર જેટ: જે રાજાની બોડીગાર્ડ હતી, તેની સાથે જ કર્યા લગ્ન; સાચે જ ફિલ્મી છે આખી કહાની!

કોઈ દેશની રાણી એકલા હાથે સુપરસોનિક ફાઈટર જેટ ઉડાવે તે વાંચીને કદાચ કોઈ હોલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ લાગે, પરંતુ થાઈલેન્ડમાં આ હકીકત બની છે. થાઈલેન્ડની મહારાણી સુથિદા (Queen Suthida) એ ૮ ઓક્ટોબરના રોજ રોયલ થાઈ એરફોર્સ (RTAF) ના વિંગ ૭ માં પહેલીવાર એકલા હાથે અત્યાધુનિક સાબ જેએએસ ૩૯સી ગ્રિપેન (SAAB JAS 39C Gripen) લડાકુ વિમાન ઉડાવીને અદભુત સાહસનું પ્રદર્શન કર્યું છે. આ સાહસિક ઉડાનનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

એક સામાન્ય એર હોસ્ટેસથી લઈને સૈન્ય જનરલ અને ત્યારબાદ દેશની મહારાણી બનવા સુધીની તેમની સફર કોઈ રોમાંચક બોલિવૂડ કે હોલીવુડ સ્ટોરી કરતાં જરાય ઓછી નથી.

૪૧ મિનિટ સુધી આકાશ ગજવ્યું: રાજાએ બુકે આપી સન્માનિત કર્યા

  • સોલો ફ્લાઇટ: થાઈલેન્ડના ‘બ્યુરો ઓફ ધ રોયલ હાઉસહોલ્ડ’ અનુસાર, મહારાણી સુથિદાએ સવારે સ્થાનિક સમય મુજબ ૧૦ વાગ્યે સુરત થાની પ્રાંતના ફુન ફિન જિલ્લા સ્થિત એરબેઝ પરથી આ ઉડાન ભરી હતી.

  • રાજા રહ્યા સાક્ષી: રાણીની આ ૪૧ મિનિટની સોલો ફ્લાઇટના સાક્ષી ખુદ તેમના પતિ અને થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન (King Maha Vajiralongkorn) તેમજ એર ચીફ માર્શલ બન્યા હતા.

  • ગોલ્ડન ગ્રિપેન પેચ: સફળ લેન્ડિંગ બાદ રાજાએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું અને તેમની ડાબી બાંય પર ‘ગોલ્ડન ગ્રિપેન ઓર્ડર પેચ’ લગાવ્યો હતો. સ્વીડનની સાબ કંપની દ્વારા નિર્મિત આ સુપરસોનિક જેટ માટે મળેલો આ બેજ દર્શાવે છે કે મહારાણી હવે આ ફાઈટર ગ્રૂપના ફુલ-ટાઇમ સભ્ય તરીકે સ્વીકારાઈ ચૂક્યા છે. તેમની પાસે ૧૧૮૮ કલાકથી વધુ સમય વિમાન ઉડાવવાનો અનુભવ છે.

એર હોસ્ટેસથી રાજાના બોડીગાર્ડ અને પછી મહારાણી બનવાની સફર

મહારાણી સુથિદાની અંગત અને વ્યાવસાયિક જિંદગી અત્યંત પ્રેરણાદાયી અને નાટકીય વળાંકોથી ભરેલી રહી છે:

  • એર હોસ્ટેસ તરીકે શરૂઆત: વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ દરમિયાન તેમણે JALways એરલાઇન્સમાં અને ત્યારબાદ ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી થાઈ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકે સેવા આપી હતી.

  • રોયલ બોડીગાર્ડ યુનિટમાં એન્ટ્રી: એવિએશન સેક્ટર છોડ્યા બાદ ૨૦૧૩ માં તેઓ થાઈલેન્ડના વિશેષ સુરક્ષા દળ ‘રચાવનલોપ ગાર્ડ્સ’ માં જોડાયા. આ દળનું કામ તત્કાલીન ક્રાઉન પ્રિન્સ (જેઓ હાલના રાજા છે) ની વ્યક્તિગત સુરક્ષા કરવાનું હતું.

  • સેનામાં પ્રમોશન: ક્રાઉન પ્રિન્સના અંગત બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતા સુથિદાને ઓગસ્ટ ૨૦૧૫ માં લેફ્ટનન્ટ જનરલ અને વર્ષ ૨૦૧૬ માં રોયલ થાઈ આર્મીના પૂર્ણ જનરલ પદ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા.

  • રાજા સાથે લગ્ન: લાંબા સમય સુધી સૈન્ય અને અંગત સુરક્ષામાં સાથે રહ્યા બાદ, ક્રાઉન પ્રિન્સ મહા વજીરાલોંગકોર્ને સત્તાવાર રીતે સુથિદા સાથે લગ્ન કરી તેમને દેશની મહારાણીનો દરજ્જો આપ્યો હતો

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનરે ખોલ્યું મોટું રહસ્ય, મેદાનમાં ઉતરતા પહેલા લીધો આ ચોંકાવનારો નિર્ણય!

praxpatel

બોર્ડર એરિયામાં કેમ બદલાઈ રહી છે ડેમોગ્રાફી? અમિત શાહે હાઈ લેવલ કમિટીને આપ્યા કડક નિર્દેશ

praxpatel

અમદાવાદ કલેક્ટર કચેરીમાં હંગામો: અપક્ષ ઉમેદવારના ટેકેદારોની નકલી સહીનો ઘટસ્ફોટ, પોલીસ બોલાવવી પડી

praxpatel