Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

જામનગરના ૮૦૦ની વસ્તીવાળા નાગપુર ગામમાં ચાર મહિનામાં ૪૦૦ લગ્ન નોંધણીનો દાવો, RTI થી મામલો સામે આવતાં અનેક સવાલો

Jamnagar

Jamnagar  : જિલ્લામાં માત્ર ૮૦૦ જેટલી વસ્તી ધરાવતા નાગપુર ગામમાં ચાર મહિનાના અત્યંત ટૂંકા ગાળામાં ૪૦૦ લગ્નની નોંધણી થઈ હોવાનો દાવો સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ગામની કુલ વસ્તીની સરખામણીએ લગ્ન નોંધણીની આટલી મોટી સંખ્યા સામે આવતાં વહીવટી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. માહિતી અધિકાર (RTI) હેઠળ મેળવવામાં આવેલી વિગતોમાં આ ચોંકાવનારી હકીકત બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક જ લગ્ન સ્થળ અને બહારગામના યુગલોની નોંધણીનો ખુલાસો

આ સમગ્ર મામલાની સૌપ્રથમ જાણ ગામની એક યુવતીના લગ્નની નોંધણી કરાવવા ગયેલા તેના કાકાને થઈ હતી. તેઓ જ્યારે નોંધણી કરાવવા ગયા ત્યારે અગાઉ થયેલી લગ્ન નોંધણીઓની સંખ્યા જાણીને ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ RTI હેઠળ માહિતી માંગવામાં આવતાં એવી વિગતો સામે આવી હતી કે ચાર મહિનાના સમયગાળામાં નોંધાયેલા તમામ ૪૦૦ લગ્નોમાં લગ્નનું સ્થળ એક જ દર્શાવવામાં આવ્યું છે અને નોંધણી કરાવનાર તમામ યુગલો નાગપુર ગામનાં નહીં, પરંતુ બહારગામનાં હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ પહેલાં જ તલાટીને હટાવી દેવાતા તર્ક-વિતર્ક

આટલી મોટી સંખ્યામાં બહારગામના યુગલોની લગ્ન નોંધણી કયા આધારે અને કયા દસ્તાવેજોના પુરાવાથી કરવામાં આવી તે અંગે તપાસની માંગ ઉઠી છે. જોકે, આ મામલે તપાસ આગળ વધે તે પહેલાં જ ગામના તલાટીને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તલાટીને હટાવવા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ લગ્ન નોંધણી પ્રકરણ સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. હાલ સમગ્ર પ્રકરણમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને નિયમોના પાલનની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે.

સંબંધિત પોસ્ટ્સ

Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગે ફરી બન્યા રાજ્યસભામાં વિપક્ષના નેતા, સંસદીય બુલેટિન જાહેર

praxpatel

ગુજરાતમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ચરમસીમાએ: ૧ મહિનામાં ૮ લોકોના મોત, ગિરનાર સીડી પર સિંહે ૧૧ વર્ષના બાળકને ફાડી ખાધો

praxpatel

અદાણી ડિફેન્સ કરશે AK-203 રાઇફલ માટે દારૂગોળાનું નિર્માણ; ઇન્ડો-રશિયન રાઇફલ્સ સાથે 5 વર્ષ માટે થયા કરાર

praxpatel