Gujarat Plus
તાજા સમાચારબિઝનેસ

અદાણી ડિફેન્સ કરશે AK-203 રાઇફલ માટે દારૂગોળાનું નિર્માણ; ઇન્ડો-રશિયન રાઇફલ્સ સાથે 5 વર્ષ માટે થયા કરાર

અદાણી ડિફેન્સ કરશે AK-203 રાઇફલ માટે દારૂગોળાનું નિર્માણ; ઇન્ડો-રશિયન રાઇફલ્સ સાથે 5 વર્ષ માટે થયા કરાર

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) સાથે 5 વર્ષ માટે મહત્ત્વના કરાર કર્યા છે. આ કરાર ભારતમાં નિર્માણ થઈ રહેલી AK-203 રાઇફલ માટે દેશમાં જ ઉત્પાદિત 7.62×39 mm દારૂગોળા (Ammunition) ના સપ્લાય માટે કરવામાં આવ્યા છે. આ ભાગીદારીથી ભારત-રશિયા રાઇફલ પ્રોજેક્ટ માટે દેશમાં જ એક મજબૂત સપ્લાય ચેન તૈયાર થશે.

AK-203 પ્રોજેક્ટ માટે દારૂગોળો પૂરો પાડશે કંપની

અદાણી ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ સમજૂતી હેઠળ કંપની આગામી 5 વર્ષ સુધી AK-203 કાર્યક્રમ માટે જરૂરી નાના હથિયારોના દારૂગોળાનો સપ્લાય કરશે. આનાથી ભારતમાં જ દારૂગોળાનો કાયમી સ્ત્રોત ઉપલબ્ધ થશે અને કોન્ટ્રાક્ટ દરમિયાન તેની સતત ઉપલબ્ધતા જાળવવામાં મદદ મળશે.

ઇન્ડો-રશિયન રાઇફલ્સ કરી રહી છે રાઇફલનું નિર્માણ

ઇન્ડો-રશિયન રાઇફલ્સ (IRRPL) રાઇફલનું ઉત્પાદન કરી રહી છે, જ્યારે અદાણી ડિફેન્સ તેના દારૂગોળાનું નિર્માણ કરશે.

  • સ્થાપના: 2019 (ભારત-રશિયા આંતર-સરકારી કરાર હેઠળ)

  • પ્લાન્ટનું સ્થાન: કોરવા, જિલ્લો અમેઠી (ઉત્તર પ્રદેશ)

  • ભારતીય શેરહોલ્ડર્સ: એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ

  • રશિયન શેરહોલ્ડર્સ: કન્સર્ન કલાશ્નિકોવ, રોસોબોરોનએક્સપોર્ટ

2021માં થયો હતો 6 લાખથી વધુ રાઇફલ્સનો કોન્ટ્રાક્ટ

ડિસેમ્બર 2021માં સંરક્ષણ મંત્રાલયે IRRPL સાથે 6,01,427 AK-203 રાઇફલ્સના ઉત્પાદન માટે કરાર કર્યા હતા. અદાણી ડિફેન્સે પણ કાનપુર સ્થિત પોતાના પ્લાન્ટમાં નાના દારૂગોળાના નિર્માણની ક્ષમતા વિકસાવી છે.

હાલમાં જ તૈયાર થઈ 100% સ્વદેશી AK-203 રાઇફલ

તાજેતરમાં ‘શેર’ નામની પ્રથમ 100% સ્વદેશી AK-203 રાઇફલ સફળતાપૂર્વક તૈયાર કરીને તેનું ટેસ્ટ-ફાયરિંગ કરવામાં આવ્યું હતું. IRRPLના CEO અને MD મેજર જનરલ એસ. કે. શર્માએ તેને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ જયપુરમાં ત્રણેય સેનાઓની મહત્વની બેઠક: દુશ્મનોને મળશે કડક સંદેશ

praxpatel

ઝારખંડમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર ઍમ્બ્યુલન્સ ક્રેશ

aminparmar

મેરિટલ રેપ ને ગુનો જાહેર કરવો સંસદનું કામ છે, SCનું નહીં: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની સ્પષ્ટ રજૂઆત

praxpatel