Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

કપડાં ખેંચ્યા, વાળ પકડી બેઝમેન્ટમાં ઢસડી: આસામના નાઈટક્લબમાં મહિલા સાથે અમાનવીય અત્યાચાર; મેનેજર અને બાઉન્સર્સ સહિત ૭ ની ધરપકડ

કપડાં ખેંચ્યા, વાળ પકડી બેઝમેન્ટમાં ઢસડી: આસામના નાઈટક્લબમાં મહિલા સાથે અમાનવીય અત્યાચાર; મેનેજર અને બાઉન્સર્સ સહિત ૭ ની ધરપકડ

આસામના ગુવાહાટી શહેરમાંથી મહિલા સુરક્ષાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત શરમજનક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગુવાહાટીના પોશ ખાનાપારા વિસ્તારમાં આવેલા એક જાણીતા નાઈટક્લબમાં મોડી રાત્રે એક મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મહિલાના કપડાં ફાડી, તેને નિર્વસ્ત્ર કરી જમીન પર ઢસડીને બેરહેમીથી માર માર્યો હતો.

સોશિયલ મીડિયા પર આ ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નાઈટક્લબના મેનેજર, ઈવેન્ટ મેનેજર અને મહિલા બાઉન્સર્સ સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

શું બની હતી ઘટના? ફ્લોર પર પટકીને બેરહેમીથી માર માર્યો

પોલીસ તપાસ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મુજબ, આ ચકચારી ઘટના ગુવાહાટીના ખાનાપારા વિસ્તારમાં આવેલા ‘ધ લોકલ્સ’ (The Locals) કાફે એન્ડ લાઉન્જ માં બની હતી:

  • મોડી રાત્રે ઝઘડો: મોડી રાત્રે આશરે ૨:૩૦ વાગ્યાની આસપાસ દારૂના નશામાં થયેલી સામાન્ય બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો. બિલ્ડિંગના ગાર્ડના જણાવ્યા અનુસાર, મહિલાએ અંદર કથિત રીતે મહિલા બાઉન્સર પર બિયરની બોટલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • અમાનવીય હુમલો: ત્યારબાદ ક્લબના સ્ટાફ અને બાઉન્સર્સે મર્યાદા વટાવીને મહિલા પર તૂટી પડ્યા હતા. મહિલાને ચોથા માળેથી ઢસડીને નીચે લાવવામાં આવી હતી.

  • કપડાં ફાડી બેઝમેન્ટમાં પટકી: આરોપીઓએ મહિલાના વાળ પકડી, કપડાં ફાડી નાખી તેને સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં જમીન પર પટકી દીધી હતી. વીડિયોમાં મહિલા બેભાન અવસ્થામાં ફ્લોર પર પડેલી દેખાય છે અને અન્ય બે મહિલાઓ તેને લાતો મારી રહી છે. ત્યારબાદ તેને કાર પાર્કિંગના બેઝમેન્ટમાં લઈ જઈ ફરી માર મારવામાં આવ્યો હતો.

મેનેજર અને મહિલા બાઉન્સર્સ સહિત ૭ ઝડપાયા

ઘટનાની ગંભીરતાને જોતાં ગુવાહાટી પૂર્વના ડીસીપી (DCP) તબુ રામ પેગુના માર્ગદર્શન હેઠળ દિસપુર પોલીસ સ્ટેશને સુઓમોટો (જાતે સંજ્ઞાન લઈને) ગુનો દાખલ કર્યો હતો:

  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાઈટક્લબના મેનેજર, ઈવેન્ટ મેનેજર, ફ્રન્ટ ઓફિસ એક્ઝિક્યુટિવ તેમજ બાઉન્સર્સ સહિત કુલ ૭ લોકોની ધરપકડ કરી છે.

  • ઝડપાયેલા આરોપીઓની ઉંમર ૨૧ થી ૩૦ વર્ષ વચ્ચેની છે, જેમાં ૩ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

  • પોલીસે જણાવ્યું કે આટલી મોટી અને ગંભીર ઘટના બની હોવા છતાં નાઈટક્લબ મેનેજમેન્ટે સ્થાનિક પોલીસને કોઈ જ જાણ કરી નહોતી અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

નિયત સમય બાદ પણ કેમ ચાલુ રહ્યો નાઈટક્લબ? નિયમોની ઐસીતૈસી

આ ઘટનાએ વહીવટીતંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે:

  • સરકારી નિયમ મુજબ નાઈટક્લબ બંધ કરવાનો સત્તાવાર સમય રાત્રે ૧૨:૩૦ વાગ્યાનો છે.

  • તેમ છતાં આ ક્લબ મોડી રાત્રે ૨:૩૦ થી ૩:૦૦ વાગ્યા સુધી બેરોકટોક કેમ ધમધમી રહ્યો હતો તે અંગે પણ પોલીસે ગંભીર તપાસ શરૂ કરી છે.

  • ગેરકાયદેસર રીતે મોડી રાત સુધી ક્લબ ચાલુ રાખવા બદલ લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા પણ હાથ ધરાઈ રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

કિમ જોંગ ઉનનો હુંકાર: ‘ઈરાન પર હુમલાએ સાબિત કર્યું કે પરમાણુ હથિયાર રાખવાનો અમારો નિર્ણય સાચો હતો’

praxpatel

ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા, રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર

praxpatel

કોણ છે ‘કોકરોચ જનતા પાર્ટી’ બનાવનાર અભિજીત દીપકે? જાણો અમેરિકાની કઈ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ

praxpatel