મેરિટલ રેપ (વૈવાહિક બળાત્કાર)ને ગુનો જાહેર કરવાની માગ કરતી અરજીઓ પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે હવે પછીની અંતિમ સુનાવણી ત્રણ અઠવાડિયા પછી બુધવાર અને ગુરુવારે યોજવાનો નિર્દેશ આપ્યો છે.
આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કાયદાકીય મર્યાદાઓ અને મહિલાઓના અધિકારોને લઈને તીખી ચર્ચા જોવા મળી હતી.
સુપ્રીમ કોર્ટમાં કોણે શું દલીલો કરી?
BNS ની કલમ 63 ના ‘અપવાદ 2’ ને પડકાર
આ સમગ્ર વિવાદ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 63 ના Exception 2 (જે અગાઉ IPC ની કલમ 375 માં હતો) પર કેન્દ્રિત છે.
-
હાલનો નિયમ: જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય, તો પતિ દ્વારા તેની સંમતિ વિના બાંધવામાં આવેલા શારીરિક સંબંધને કાયદાકીય રીતે બળાત્કાર ગણવામાં આવતો નથી.
-
મુખ્ય પ્રશ્નો: સુપ્રીમ કોર્ટ હવે બે મુખ્ય પાસાં તપાસશે:
-
શું આ છૂટછાટ છતાં પતિ સામે મુકદ્દમો ચલાવી શકાય?
-
શું આ કાનૂની છૂટછાટ બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં?
-
કેસની પૃષ્ઠભૂમિ
અગાઉ વર્ષ 2022 માં દિલ્હી હાઈકોર્ટે મેરિટલ રેપને ગુનો ગણવો કે નહીં તે મુદ્દે વિભાજિત ચુકાદો (Split Verdict) આપ્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો હતો. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે હાલના હિંસા વિરોધી કાયદાઓ પત્નીના રક્ષણ માટે પૂરતા છે.
