Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, 12 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, 12 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 30 મેથી 2 જૂન સુધી કમોસમી વરસાદ પડી શકે છે. આ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

કયા દિવસે કયા જિલ્લામાં પડશે વરસાદ?

હવામાન વિભાગે તારીખ પ્રમાણે અલગ-અલગ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

30 મેના રોજ વરસાદની આગાહી

આ દિવસે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવામાન બદલાશે. નીચેના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે:

  • કચ્છ

  • બનાસકાંઠા

  • સાબરકાંઠા

  • મહીસાગર

  • પાટણ

31 મેના રોજ વરસાદની આગાહી

મે મહિનાના છેલ્લા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહેશે. ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે:

  • કચ્છ અને બનાસકાંઠા

  • પાટણ અને સાબરકાંઠા

  • અરવલ્લી

  • દાહોદ

  • છોટા ઉદેપુર

1 જૂને 12 જિલ્લામાં માવઠાની આગાહી

આગામી 1 જૂન 2026ના રોજ રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની વકી છે. આ જિલ્લાઓમાં ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે:

  • ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.

  • સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગર.

 

2 જૂને ક્યાં વરસી શકે છે કમોસમી વરસાદ?

માવઠાની આ અસર 2 જૂના રોજ પણ જોવા મળશે. આ દિવસે પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રહેશે. નીચેના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે:

  • અમરેલી અને ભાવનગર

  • મહીસાગર અને દાહોદ

  • પંચમહાલ અને વડોદરા

  • છોટા ઉદેપુર અને નર્મદા

  • તાપી અને ડાંગ

દરિયાકાંઠાના વિસ્તારો માટે સૂચના: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 27 અને 28 મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ખૂબ જ ગરમ અને ભેજવાળું રહેશે. જેથી લોકોને ગરમીનો અહેસાસ વધુ થશે.

સંબંધિત પોસ્ટ્સ

‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ પીવો’: ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ

praxpatel

GST Collection : ફેબ્રુઆરીમાં GST કલેક્શનમાં મોટો વધારો, 1.83 લાખ કરોડ રૂપિયાની થઈ સરકારને આવક

aminparmar

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, યુવક ઈજાગ્રસ્ત

Maheriya Nirali