Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

તૂટશે રેકોર્ડ! શાહરૂખ ખાનની ‘KING’ ના મ્યુઝિક રાઈટ્સ ખરીદવા મચી હોડ, ૫૦ કરોડની ઓફર

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'ના મ્યુઝિક રાઈટ્સ માટે બોલી શરૂ! ૫૦ કરોડ રૂપિયામાં મ્યુઝિક રાઈટ્સ વેચાવાની ચર્ચા. જાણો વિગતો.

વર્ષ ૨૦૨૩માં ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘કિંગ’ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની અપેક્ષાઓ વચ્ચે હવે અહેવાલ છે કે ‘કિંગ’ ના મ્યુઝિક રાઈટ્સ ૫૦ કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદવાની રેસ ચાલી રહી છે.

ઝી એન્ટરટેઈનમેન્ટના CEOનું નિવેદન

૫૦ કરોડની ડીલની અફવાઓ પર ઝી એન્ટરટેઈનમેન્ટના MD અને CEO પુનીત ગોયન્કાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ ના મ્યુઝિક રાઈટ્સ અંગે મેકર્સ સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કશું ફાઇનલ થયું નથી. ડીલની કિંમત અંગે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મ્યુઝિક રાઈટ્સ ખરીદવા મોટો સંગ્રામ

મહત્વનું છે કે માત્ર ઝી મ્યુઝિક જ નહીં, પરંતુ સોની મ્યુઝિક, સારેગામા અને ટી-સિરીઝ (T-Series) જેવી મોટી કંપનીઓ પણ ‘કિંગ’ ના ગીતો ખરીદવા માટે મોટી બોલી લગાવી રહી છે. હાલમાં એક કંપનીએ મેકર્સને ૫૦ કરોડ રૂપિયાની આકર્ષક ઓફર આપી છે.

દેશની સૌથી મોંઘી મ્યુઝિક ડીલ્સમાં સામેલ

બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી મ્યુઝિક ડીલ્સની વાત કરીએ તો:

  • રામાયણ (ભાગ ૧ અને ૨): ટી-સિરીઝે ૭૫ કરોડ રૂપિયામાં રાઈટ્સ ખરીદ્યા છે.

  • ધુરંધર – ધ રિવિન્જ: ૫૪ કરોડ રૂપિયા.

  • પુષ્પા ૨: ૫૦ કરોડ રૂપિયા.

  • હવે ‘કિંગ’ પણ આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહી છે.

સચિન-જિગર અને અનિરોધની જોડી

ફિલ્મ ‘કિંગ’ નું મ્યુઝિક ડિપાર્ટમેન્ટ ખૂબ મજબૂત રાખવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો તૈયાર કરવાની જવાબદારી પ્રખ્યાત સંગીતકાર જોડી સચિન-જિગરને સોંપવામાં આવી છે. જ્યારે બેકગ્રાઉન્ડ સ્કોર અને થીમ મ્યુઝિક સાઉથના કંપોઝર અનિરોધ રવિચંદર તૈયાર કરી રહ્યા છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તેમની પુત્રી સુહાના ખાન, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, અનીલ કપૂર અને જેકી શ્રોફ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સંબંધિત પોસ્ટ્સ

દીપિકા પાદુકોણનો જોવા મળ્યો પ્રેગ્નન્સી ગ્લો, પેપરાઝીની વાતો સાંભળીને શરમાઈ ગઈ એક્ટ્રેસ

praxpatel

બોક્સ ઓફિસ પર ફ્લોપ પણ યુટ્યુબ પર સુપરહીટ: ‘જયા જાનકી નાયકા’ એ રચ્યો ઈતિહાસ, મળ્યા 1000 મિલિયનથી વધુ વ્યુઝ

praxpatel

આકાંક્ષા રંજનના સંગીતમાં કરણ જોહરનો ‘ટૉવેલ ડાન્સ’, જ્હાન્વી કપૂર અને આલિયા ભટ્ટે પણ મચાવી ધૂમ

praxpatel