Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝ વચ્ચે મુલાકાત: ભારત-ઓસ્ટ્રેલિયાની ભાગીદારી પર કહી આ મોટી વાત!

પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝ વચ્ચે મુલાકાત: ભારત-ઓસ્ટ્રેલિયાની ભાગીદારી પર કહી આ મોટી વાત!

ભારતના પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદી પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા.

તેમણે પોતાના સંબોધનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન અલ્બાનિઝે કહ્યું કે, અહીં જે ઉર્જા જોવા મળી રહી છે તે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા પાર્ટનરશિપની તાકાત દર્શાવે છે. આ ઉત્સાહ બંને દેશોના લોકોમાં એક નવી સકારાત્મકતા અને આશા જગાડે છે.

પીએમ મોદી એ કર્યા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનના વખાણ

એન્થની અલ્બાનિઝના સંબોધન પછી પીએમ મોદી એ સ્ટેજ સંભાળ્યું હતું. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની શાનદાર સ્પીચના મન ભરીને વખાણ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું:

“આપણે બધાએ જોયું છે કે વડાપ્રધાન અલ્બાનિઝ જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ ભારતીયોના દિલ અને મગજ પર છવાઈ જાય છે. તમે અગાઉ સિડનીમાં પણ ખૂબ મોટો પ્રભાવ પાડ્યો હતો. આજે અહીં પણ તમે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે.”

ભારતીય સમુદાયના નેતાઓ સાથે મુલાકાત

આ મુખ્ય કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં બંને દેશોના નેતાઓએ ખાસ મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને એન્થની અલ્બાનિઝે સંયુક્ત રીતે ભારતીય સમુદાયના (Indian Diaspora) અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી અને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

કૂનો નેશનલ પાર્કમાં ખુશીનો માહોલ: માદા ચિત્તા ‘જ્વાલા’એ 5 બચ્ચાને જન્મ આપ્યો, ભારતમાં ચિત્તાઓની સંખ્યા 50 ને પાર

praxpatel

નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

praxpatel

નીટ પેપર લીક મામલે વાંસવાડામાં ભારે બબાલ: કલેક્ટર કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ, પોલીસે કર્યો લાઠીચાર્જ

praxpatel