Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમરેલીમાં સિંહનો આતંક: સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા યુવક પર હુમલો, પગમાં ૨૫ ટાંકા આવ્યા

અમરેલીમાં સિંહનો આતંક: સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા યુવક પર હુમલો, પગમાં ૨૫ ટાંકા આવ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામેથી વન્યજીવના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘરની ઓસરીમાં સૂતેલા એક પશુપાલક યુવક પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

શિકારની શોધમાં આવેલો સિંહ તૂટી પડ્યો

ઠવી ગામે રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા રાજુ વાઘેલા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રિના અંધકારમાં એક સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવ્યો હતો. સિંહે ઓસરીમાં સૂતેલા રાજુ પર અચાનક હુમલો કરી દીધો હતો.

ગ્રામજનો લાકડીઓ લઈને દોડ્યા

સિંહે હુમલો કરતા જ ગભરાયેલા યુવકે જીવ બચાવવા માટે જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. તેનો અવાજ સાંભળીને આસપાસના પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો અને ઘોંઘાટ જોઈને સિંહ યુવકને છોડીને અંધારામાં ભાગી છૂટ્યો હતો.

પગના ભાગે ગંભીર ઇજા, ૨૫ ટાંકા આવ્યા

સિંહના આ હુમલામાં પશુપાલક રાજુ વાઘેલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સિંહે પંજા અને દાંત વડે યુવકનો પગ ફાડી ખાધો હતો. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ યુવકની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ પગમાં આશરે ૨૫ જેટલા ટાંકા લેવા પડ્યા છે.

વન વિભાગ સામે સ્થાનિકોમાં ભારે રોષ

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માત્ર સવા મહિનાની અંદર જ સિંહ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના છે. વન્યજીવોના વારંવાર થતા હુમલાના કારણે વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

‘પ્રધાનને હટાવીને PMને બચાવાયા, દેશમાં ઈમરજન્સી કરતાં પણ ખરાબ સ્થિતિ’: અખિલેશ યાદવ

praxpatel

હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન પકડ ઢીલી નહીં કરે, જાણો શું છે તેની પાછળના કારણો

praxpatel

 અમેરિકા-ઈરાન કરાર મુશ્કેલીમાં? સહી થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

praxpatel