Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

વિરાટ કોહલી ૧૮ વર્ષની કરિયરમાં પહેલીવાર ઈન્જરીના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર, ફેન્સને લાગ્યો મોટો ઝટકો!

૧૮ વર્ષની કરિયરમાં પહેલીવાર ઈન્જરીના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર, ફેન્સને લાગ્યો મોટો ઝટકો!

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના ફેન્સ માટે એક નઠારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરી (સ્નાયુ ખેંચાવા) ના કારણે અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વિરાટને આ ઈજા આઈપીએલ 2026 (IPL 2026) દરમિયાન રમતતી વખતે થઈ હતી.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૧૩ જૂનથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ધર્મશાલામાં રમાશે. વિરાટ કોહલીના સ્થાને હવે ટીમમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૮ વર્ષની કરિયરમાં આવું પહેલીવાર બન્યું

વિરાટ કોહલી તેની ૧૮ વર્ષની શાનદાર ઈન્ટરનેશનલ કરિયરમાં ક્યારેય ઈજાના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર થયો નથી. આ પહેલી એવી ઘટના છે જ્યારે ઈજા એટલી ગંભીર છે કે તેણે આખી સિરીઝ ગુમાવવી પડી રહી છે. આ પહેલાં તે માત્ર આરામ કરવા માટે અથવા અંગત કારણોસર જ વનડે મેચોમાંથી બહાર રહ્યો હતો.

છેલ્લે ક્યારે મેચ મિસ કરી હતી?

આ પહેલાં વિરાટ કોહલી ફેબ્રુઆરી ૨૦૨૫ માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઈજાગ્રસ્ત થયો હતો. ઇંગ્લેન્ડ સામે નાગપુરમાં રમાયેલી વનડે મેચમાં ઘૂંટણની ઈજાના કારણે તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યો હતો. જોકે, તે ઈજા ગંભીર ન હોવાથી તે બીજી જ વનડેમાં પાછો આવી ગયો હતો. વર્ષ ૨૦૧૮ ના એશિયા કપમાં પણ તેણે વર્કલોડના કારણે આરામ લીધો હતો.

IPL 2026 માં વિરાટનું શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલી અત્યારે ટેસ્ટ અને ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તે હવે માત્ર વનડે અને આઈપીએલ જ રમે છે. આઈપીએલ ૨૦૨૬ માં વિરાટનું પ્રદર્શન ખૂબ જ ધમાકેદાર રહ્યું હતું. તેણે ૧૬ મેચમાં ૬૭૫ રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલ મેચમાં તેણે અણનમ ૭૫ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

ફેન્સ આશા રાખી રહ્યા છે કે કિંગ કોહલી આ ઈજામાંથી જલ્દી સાજો થઈને મેદાન પર વાપસી કરશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

IND vs AFG: કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન? એક ડેબ્યૂ પાક્કું, દેવદત્ત પડિક્કલે જોવી પડશે રાહ

praxpatel

IPL માં મોટો ધડાકો: ‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મિત્તલ એ ₹15,660 કરોડમાં ખરીદી રાજસ્થાન રોયલ્સ

praxpatel

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus