Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલ

ધોરણ 5માં ભણતી બાળકીને હાર્ટએટેક આવતા મોત

રાજસ્થાનના નાગૌરની પ્રાઈવેટ સ્કૂલમાં 9 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. બાળકી સ્કૂલના મેદાનમાં રમતા-રમતા ઢળી પડી હતી. તાત્કાલિક સ્કૂલનો સ્ટાફ તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી. લગભગ 4 મહિના પહેલા તેના મોટા ભાઈનું પણ આવા જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.આ ઘટના નાગૌરના ગોટન કસ્બાની ગોટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 23 ફેબ્રુઆરીની સવારે લગભગ 7.48 વાગ્યે બની હતી.

સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતા રમતા અચાનક ઢળી પડી

સ્કૂલ ડાયરેક્ટર રામકુંવર ઓલાએ જણાવ્યું- તાલનપુરના રહેવાસી રાજેન્દ્ર બાપેડિયાની દીકરી દિવ્યા પાંચમા ધોરણની વિદ્યાર્થિની હતી. સામાન્ય દિવસોની જેમ 23 ફેબ્રુઆરીની સવારે પણ તે સ્કૂલે આવી હતી. પ્રેયર (પ્રાર્થના) થવામાં હજુ સમય હતો. આ દરમિયાન કેટલાક બાળકો ગ્રાઉન્ડમાં રમી રહ્યા હતા. તેમાં દિવ્યા પણ ત્યાં રમી રહી હતી. રમતી વખતે અચાનક દિવ્યા બેભાન થઈને પડી ગઈ હતી.

આનાથી અફરાતફરી મચી ગઈ. પરિવારજનોને જાણ કરવા સાથે જ સ્કૂલ સ્ટાફે દિવ્યાને સંભાળી. વિલંબ કર્યા વિના ગોટનની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. ત્યાં સુધીમાં તે મોતને ભેટી ગઈ હતો.

સ્કૂલમાં પ્રાર્થના પહેલાં દિવ્યા ગ્રાઉન્ડમાં બાળકો સાથે રમી રહી હતી.

 

રમતા-રમતા દિવ્યા આમ અચાનક લથડીને ગ્રાઉન્ડમાં પડી ગઈ.

 

પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું નહીં

ડોકટરોના મતે, દિવ્યાના શરીર પર કોઈ પ્રકારના બાહ્ય ઈજાના નિશાન નહોતા. પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવ્યું છે. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ચાર મહિનામાં બે સંતાનો ગુમાવ્યા

પરિવારજનોએ જણાવ્યું કે- દિવ્યાના મોટા ભાઈ અભિષેકનું મૃત્યુ પણ આ જ રીતે થયું હતું. 9 સપ્ટેમ્બર 2025ના રોજ ઘરે રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

 

સંબંધિત પોસ્ટ્સ

પ્રદર્શનકારીઓ પર હિંસા મુદ્દે દિલ્હી HC સખત: કેન્દ્ર અને પોલીસને નોટિસ, CCTV ફુટેજ સાચવવા આદેશ

praxpatel

LSG ને મોટો ફટકો: વાનિંદુ હસરંગા IPL 2026 માંથી બહાર, આ અનુભવી સ્પિનર લેશે સ્થાન

praxpatel

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ કહ્યું- મુંબઈ પરત આવવું છે

Maheriya Nirali