Gujarat Plus
Breaking News
આપખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

વિસાવદરમાં જનતાએ આમ આદમી પાર્ટીને મોટી જવાબદારી આપી ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઇટાલીયા

Ever since the people gave a big responsibility to Aam Aadmi Party in Visavadhar, oil has been poured into the stomach of BJP: Gopal Italia

વિસાવદરમાં જનતાએ આમ આદમી પાર્ટીને મોટી જવાબદારી આપી ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઇટાલીયા

AAPનો અવાજ દબાવવા અમારા નેતાઓ વિરુદ્ધ ખોટી રીતે કેસો કરવામાં આવ્યા: ગોપાલ ઇટાલીયા

ગુંડાઓ, માફિયા વિરુદ્ધ ફરિયાદ લેવાતી નથી પરંતુ AAP નેતાઓ વિરુદ્ધ તાત્કાલિક ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે: ગોપાલ ઇટાલીયા

અમે ડરવાવાળા નહીં પરંતુ લડવા વાળા લોકો છીએ: ગોપાલ ઇટાલીયા

માથાભારે લોકો ખુલ્લામાં તલવારો સાથે ફરીને ભાજપ સરકારને ચેલેન્જ આપે છે કે “ગુંડાઓનું સરકાર શું બગાડી નાંખશે?”: ગોપાલ ઇટાલીયા

ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે અને ભાજપ સરકારને સબક શીખવાડવાનું કામ કરશે: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત

આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત જણાવતા કહ્યું હતું કે, આપણા દેશમાં લોકો દ્વારા જે વ્યવસ્થા ચાલે છે તેને લોકશાહી કહેવામાં આવે છે અને લોકશાહીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષની એક સરખી જરૂરિયાત છે. સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ ન હોય તો સત્તા બેફામ બની જાય છે અને જનતાને નુકસાન થાય તેવા નિર્ણયોનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષની જોગવાઈ કરવામાં આવી છે. વિરોધ પક્ષ વિરોધ કરે તો જ જનતાના અધિકારો સુરક્ષિત રહે છે.

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હાલ દેશની એક રાષ્ટ્રીય પાર્ટી છે અને ત્રણ રાજ્યોમાં તેના ધારાસભ્યો તથા અનેક જગ્યાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં પોતાના સભ્યો છે. ગુજરાતમાં વિસાવદરમાં જનતાએ આમ આદમી પાર્ટીને મોટી જવાબદારી આપી ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, માફિયાઓ, ગુંડાઓ અને બુટલેગરો બધા ભેગા થઈને વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે નીકળ્યા હતા પરંતુ વિસાવદરના ખેડૂતોએ એ તમામ લોકોને શરમજનક હાર આપી. ત્યારબાદથી ભાજપ બદલાની ભાવના આમ આદમી પાર્ટી સાથે રાખી રહી છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરની ચૂંટણી બાદ ખૂબ જ મજબૂતાઈથી ખેડૂતોના મુદ્દે, યુવાઓના મુદ્દે અને બીજા અનેક મુદ્દા ઉપર અવાજ ઉઠાવ્યો અને હાલ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ અને હરેશ સાવલિયા ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા હતા તો તેમના પર ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા.

સુરતમાં અમારા કાર્યકર્તા શ્રવણ જોશી પર 5 ઓક્ટોબરે પહેલી એફઆઇઆર થઈ અને એક અઠવાડિયાની અંદર 13 તારીખે બીજી FIR થઈ અને ત્યારબાદ શ્રવણ જોશીને પાસા હેઠળ જેલમાં પૂરવામાં આવ્યા. ફક્ત એક અઠવાડિયામાં એક ઉપર એક FIR, પછી પાસા અને ફટાફટ જેલની પ્રક્રિયા કરવામાં આવી. જૂનાગઢના અમારા નેતા હરેશ સાવલિયા પર 27 ડિસેમ્બરે એક FIR કરવામાં આવી અને બીજી FIR 30 ડિસેમ્બરે કરવામાં આવી અને એમને પણ આ રીતે પાસા હેઠળ અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યા છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ પર 13 ઓક્ટોબરે એક ખોટી ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ 15 દિવસના ગાળામાં 1 નવેમ્બરે બીજી ફરિયાદ કરવામાં આવી. એક બાજુ ગુજરાતમાં ગુંડાઓ, માફીઆઓ, તોડબાજો, વ્યાજખોરો, ભૂમાફિયાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા જઈએ તો ફરિયાદ લેવાતી નથી અને લોકો ધક્કા ખાઈ ખાઈને કંટાળીને એ મુદ્દાને છોડી દે છે. ગુજરાતમાં ગુંડાઓ અને માફિયા વિરુદ્ધ ફરિયાદ લખવા માટે કોઈ તૈયાર નથી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ત્રણ દિવસમાં, એક અઠવાડિયામાં બે ફરિયાદ થઈ જાય છે. અને 15-20 દિવસમાં તો ફરિયાદ લેવાઈ જાય, અરેસ્ટ કરી લેવામાં આવે, રિમાન્ડ લઈ લેવામાં આવે અને બધી પ્રક્રિયા કરી દેવામાં આવે છે. જો આટલી જ ત્વરિત કાર્યવાહી માફીયાઓ અને ગુંડાઓને પકડવામાં કરવામાં આવતી હોત તો ગુજરાતની જનતા એક શાંત અને સલામત વાતાવરણમાં જીવી રહ્યું હોત.

અમે ડરવાવાળા નહીં પરંતુ લડવા વાળા લોકો છીએ, અમે ભાજપની ગુંડાગર્દી અને તાનાશાહી સામે લડતા રહીશું અને વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી અમે પૂરી કરતા રહીશું. આજે સામાન્ય માણસ પોલીસ ફરિયાદ કરતા પણ ડરે છે અને આપણે એ પણ જોયું છે કે અનેક જગ્યાએ બુટલેગરોએ પોલીસ ઉપર ગાડી ચડાવી દીધી હોય. અનેક જગ્યાએ માથાભારે લોકો ખુલ્લામાં તલવારો લઈને ફરે છે અને ગુજરાતની ભાજપ સરકારની ચેલેન્જ આપે છે કે “ગુંડાઓનું સરકાર શું બગાડી નાખશે?” ગુંડાઓ વિરુદ્ધ કંઈ નથી કરી શકતા માટે સરકાર મારા જેવા વિરોધ પક્ષના નેતા ઉપર જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવે છે. પણ અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે અને ભાજપ સરકારને સબક શીખવાડવાનું કામ કરશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL

ડભોઇના ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને ડભોઈ નગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યા છે. ગાર્ડન રિનોવેશનમાં મોટો ભ્રષ્ટાચાર :અમિતભાઈ ચાવડા

ANIL PATEL

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ANIL PATEL