Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

દિલ્હીમાં પાનમ વિસ્તારની પાંચ માળની બિલ્ડિંગમા ભીષણ આગ

દિલ્હીમાં પાનમ વિસ્તારની 5 માળની બિલ્ડિંગમા ભીષણ આગ લાગી છે,આગ લાગતાં બિલ્ડિંગમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે લાગેલી  આગે જોત જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતજ હાજર રહેલા માણસોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાની જાણ થતાજ ઘટના સ્થળે પહોંચી આગ ઠારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો,આગ પર પાણીનો મારો ચલાવી આગ હોલવવા માટે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, આગ એટલી વિકરાળ હતી કે જોત જોતમાં આખી બિલ્ડિંગને ભરડામાં લઈ લીધી હતી.આગના વિકરાળ સ્વરૂપનો  ભોગ બિલ્ડિંગમા રહેલ લોકો બન્યા હતા.

 

આ વિકરાળ આગે આખરે બિલ્ડિંગમા હાજર લોકોમા ત્રણ બાળક સહિત સાત લોકોનો જાનહાનિનો આંકડો  સામે આવ્યો છે. અને સદનસીબે અને હજાર રહેલ લોકોનો આબાદ બચાવ થયો છે.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. ગાયલ લોકોને પોલીસ એમ્બુલન્સ જાણ કરી તાત્કાલિક   હોસ્પિટલમા ખસેડયા  હતા . આગ અંત્યંત  વિકરાળ હોવાના કારણે લોકો ગંભીર રીતે દાજયા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, આ પાંચ માળની બિલ્ડિંગમા અનેક દુકાનો હોવાના કારણે જવાબદાર પ્રશાંશને આગ શેનાં કારણે લાગી હતી , તે અંગે તપાસ હાથ  ધરી છે.  આગામી સમયમા આવી કોઈ દુખદ ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી પણ કરી છે.
.
ઘટનાની ગંભીરતાને  ધ્યાનમાં લેતા મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક  બાળકોના માતા-પિતામા પણ દુખ અને શોકની લાગણી છવાઈ ગઈ છે.  મળતી માહિતી અનુસાર બિલ્ડિંગના માલિક પણ પોતે આ બિલ્ડિંગના પાંચમા મળે રહેતા હોવાનું જાણવા મળ્યું છે; પરંતુ તેમનો આકસ્મિક બચાવ થયો છે .  સાથેજ અન્ય સૂત્રો મુજબ પ્રત્યક્ષ દર્શી સ્થાનિકે ફાયર બ્રિગેડ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ફાયર બ્રિગેડની ટીમ અડધો કલાક મોડા પહોંચી હતી તેવું  પ્રત્યક્ષ દર્શી સ્થાનિકે આક્ષેપ કર્યા છે.

 

સંબંધિત પોસ્ટ્સ

મિડલ ઈસ્ટ સંકટની ભારત પર અસર: શું પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત સર્જાશે? જાણો સરકારનો જવાબ

praxpatel

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

Maheriya Nirali

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: મમતા બેનર્જીએ બહાર પાડ્યું TMC નું જાહેરનામું, જાણો 10 મોટી જાહેરાતો

praxpatel