Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

સલમાન ખાન નો રવિવારનો ખાસ સંદેશ: ‘ટોપી પોતે પહેરો, બીજાને પહેરાવો નહીં’, જાણો શું છે મામલો

સલમાન ખાન નો રવિવારનો ખાસ સંદેશ: 'ટોપી પોતે પહેરો, બીજાને પહેરાવો નહીં', જાણો શું છે મામલો

બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન અવારનવાર પોતાના અંદાજથી ફેન્સના દિલ જીતી લે છે. આ રવિવારે સલમાન ખાને પોતાના ફાર્મહાઉસથી કેટલીક તસવીરો શેર કરી છે, જેની સાથે તેણે જીવનના મહત્વના પાઠ ભણાવતો એક મજેદાર મેસેજ પણ આપ્યો છે.

ફાર્મહાઉસ પર રવિવારની મોજ

સલમાન ખાન અવારનવાર પોતાનો વીકેન્ડ પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર વિતાવે છે. રવિવારે તેણે શેર કરેલી તસવીરમાં તે બ્લેક ટી-શર્ટ અને બ્લેક ફેડોરા ટોપીમાં જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના સાનિધ્યમાં સલમાનનો આ ‘રસ્ટિક લુક’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સલમાનનો મેસેજ: સ્પષ્ટ બનો અને આગળ વધો

તસવીરો શેર કરવાની સાથે સલમાને કેપ્શનમાં જીવનના નિર્ણયો લેવા બાબતે ઊંડી વાત કરી છે. તેણે લખ્યું કે,

“વિચારી લો, સમજી લો, સ્પષ્ટ બનો, નિર્ણય લો અને બધું ભૂલીને આગળ વધો.”

આ સાથે જ તેણે પોતાની મજાકિયા શૈલીમાં ઉમેર્યું કે, “ટોપી પરથી યાદ આવ્યું, ટોપી પોતે પહેરો, કોઈને પહેરાવો નહીં અને કોઈને પહેરાવવા પણ ન દો.” સલમાનની આ વાત ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

‘આ જ છે સુખ’

આ પહેલા સલમાને તેના પાલતુ શ્વાન સાથે પણ એક સુંદર તસવીર શેર કરી હતી. જેમાં તે શ્વાનના ખભા પર માથું રાખીને આરામ કરતો જોવા મળ્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું, “આ જ છે સુખ.”

સલમાન ખાનની આગામી ફિલ્મો

કામની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં પ્રોજેક્ટ ‘SVC63’ માં જોવા મળશે, જેમાં તેની સાથે નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઈદ 2027 પર રિલીઝ થવાની શક્યતા છે. આ ઉપરાંત, તે ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (અગાઉનું નામ: બેટલ ઓફ ગલવાન) માટે પણ તૈયાર છે.


સંબંધિત પોસ્ટ્સ

‘જન નાયકન’ની એડવાન્સ બુકિંગનું તોફાન: 6 લાખથી વધુ ટિકિટો વેચાઈ, રિલીઝ પહેલાં જ ₹27 કરોડની કમાણી!

praxpatel

‘ક્યાંકનું કરેલું ક્યાંક તો ભોગવવું જ પડશે’, પતિ વીર સાહુ સાથેના વિવાદ વચ્ચે સપના ચૌધરીની ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ

praxpatel

આકાંક્ષા રંજનના સંગીતમાં કરણ જોહરનો ‘ટૉવેલ ડાન્સ’, જ્હાન્વી કપૂર અને આલિયા ભટ્ટે પણ મચાવી ધૂમ

praxpatel