બોલિવૂડની ડ્રામા અને એન્ટરટેઇનમેન્ટ ક્વીન રાખી સાવંત હંમેશાં પોતાના બોલ્ડ અંદાજ, બેબાક નિવેદનો અને અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન બાદ ઇસ્લામ ધર્મ અપનાવનારી રાખીએ ફરી એકવાર પોતાની ધાર્મિક આસ્થા, રોજિંદી ઇબાદત અને જીવનમાં આવેલા બદલાવો વિશે ખુલીને વાત કરી છે.
રાખી સાવંતે સ્પષ્ટ કર્યું છે કે ભલે તેનો વૈવાહિક સંબંધ તૂટી ગયો હોય, પરંતુ તે આજે પણ પૂરી શ્રદ્ધાથી ઇસ્લામ ધર્મનું પાલન કરી રહી છે.
‘3 વર્ષથી નમાજ પઢી રહી છું, ખુદા મને દુશ્મનોથી બચાવે છે’
રાખી સાવંતે મીડિયા સાથે વાતચીત કરતાં પોતાની દિનચર્યા અને ધર્મ અંગે જણાવ્યું:
-
નમાજથી જીવનમાં સુધારો: રાખીએ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી જ્યારે તેણે નમાજ પઢવાનું શીખ્યું અને ઉમરાહ જવાનું શરૂ કર્યું, ત્યારથી તેનું જીવન ઘણું બહેતર બની ગયું છે.
-
સુરક્ષાનો અહેસાસ: તેણીએ ઉમેર્યું કે અલ્લાહ તેને હંમેશાં તેના દુશ્મનોથી સુરક્ષિત રાખે છે.
-
ગુનાહો પર તૌબા: રાખીએ સ્વીકાર્યું કે એક માનવી હોવાના નાતે તેનાથી રોજ કોઈને કોઈ ભૂલ કે ગુનાહ થઈ જાય છે, પરંતુ તે તરત જ અલ્લાહ સમક્ષ તૌબા (માફી) માંગી લે છે.
કપડાં અને બોલિવૂડ પર આપ્યું આકરું નિવેદન
પોતાના પહેરવેશ અને કામને લઈને થતી ટ્રોલિંગ પર રાખી સાવંતે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો:
-
કપડાંમાં બદલાવ ન આવવાનું કારણ: રાખીએ કહ્યું કે તેનામાં માત્ર એક જ ફેરફાર નથી આવ્યો કે તે યોગ્ય રીતે કપડાં પહેરતી નથી.
-
બોલિવૂડમાં કોઈ ગોડફાધર નથી: તેણે કહ્યું, “હું હવે શું કરું, બોલિવૂડમાં કોઈ મારો બાપ નથી બેઠો જે મને સામેથી કામ આપે.”
-
લગ્ન અંગે ટિપ્પણી: તેણીએ આગળ કહ્યું કે જો આ દેશનો કોઈ વ્યક્તિ ઇચ્છશે, તો મારી સાથે લગ્ન કરીને મને સંપૂર્ણપણે બદલી દેશે.
મક્કા જઈને ઉમરાહ કર્યો, જા-નમાજ વહેંચી
રાખી સાવંત ગયા મહિને જ પવિત્ર મક્કા ખાતે ઉમરાહ કરવા ગઈ હતી. આ દરમિયાન તેણે ત્યાં ઘણા જરૂરિયાતમંદો અને અકીદતમંદોને નમાજ પઢવાની સાદડી (જા-નમાજ) પણ વહેંચી હતી. તેનો આ બદલાયેલો અને ગંભીર અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બે વાર છૂટાછેડાનું દર્દ સહન કર્યું
રાખી સાવંતનું અંગત જીવન હંમેશાં ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે:
-
રિતેશ સિંહ સાથે પ્રથમ લગ્ન: રાખીએ વર્ષ 2019માં એનઆરઆઈ બિઝનેસમેન રિતેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ 2022માં છૂટાછેડા સાથે પૂરો થયો હતો.
-
આદિલ ખાન દુર્રાની સાથે નિકાહ: ત્યારપછી વર્ષ 2022માં રાખીએ આદિલ ખાન દુર્રાની સાથે નિકાહ કર્યા અને પોતાનું નામ બદલીને ‘ફાતિમા’ રાખ્યું હતું. જોકે, લગ્નના એક વર્ષની અંદર જ બંને વચ્ચે વિવાદ શરૂ થયો અને આ સંબંધ પણ કાયમ માટે તૂટી ગયો હતો.
