Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો યુગ ગયો : વડોદરામાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર

'અટકતી, લટકતી, ભટકતી' ફાઈલોનો યુગ ગયો : વડોદરામાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન રૂ. 35,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ₹20,700 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ના મહત્વના સેક્શન્સ દેશને સમર્પિત કર્યા હતા.

હજારોની જનમેદનીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે ભારતના વિકાસ અને અર્થતંત્રની નવી ‘લાઈફલાઈન’ બની ચૂક્યો છે, જે દેશની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

અગાઉની સરકારો પર PM મોદીના આકરા પ્રહારો

સંબોધન દરમિયાન વડાપ્રધાને ભૂતકાળમાં પ્રોજેક્ટ્સમાં થતા વિલંબ અંગે અગાઉની સરકારો અને વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા:

  • ફાઈલોનો વિલંબ: વર્ષ 2004માં ફ્રેઇટ કોરિડોરનો વિચાર આવ્યો અને 2006માં કંપની બની, પરંતુ 2014 સુધી કામ આગળ વધવાને બદલે માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી.

  • ગતિમાં પરિવર્તન: શરૂઆતના સાત-આઠ વર્ષોમાં 1 કિલોમીટરનું કામ પણ પૂરું થયું નહોતું. પરંતુ 2014 પછી ‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો યુગ પૂરો થયો છે અને હવે રેકોર્ડબ્રેક ગતિએ કામ થઈ રહ્યું છે.

  • વિપક્ષ પર વ્યંગ: પ્રગતિશીલ પ્રોજેક્ટ્સનો વિરોધ કરનારાઓને તેમણે ‘નારાજ ફૂફાજી’ ગણાવ્યા હતા અને કહ્યું કે આ લોકો દરેક વિકાસ કાર્યમાં માત્ર નકારાત્મકતા શોધોવાનો પ્રયાસ કરે છે.

  • સરખામણી: છેલ્લા દાયકામાં ભારતે 50,000 આધુનિક ટ્રેન કોચ બનાવ્યા છે, જ્યારે અગાઉની સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં 50,000 શૌચાલય પણ પૂરા બનાવ્યા નહોતા.

બુલેટ ટ્રેન અંગે મોટી જાહેરાત: વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં

કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે:

  • સુરત-વાપી સેક્શન: આ વર્ષના ડિસેમ્બર સુધીમાં સુરતથી વાપી વચ્ચેનો બુલેટ ટ્રેન સેક્શન સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

  • ટ્રાયલ અને ઉદ્ઘાટન: નિર્માણ પૂરું થયા બાદ 3 મહિના સુધી સુરક્ષા અને સ્પીડ ટ્રાયલ્સ યોજાશે, ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે તેનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.

  • મુસાફરીના સમયમાં ઘટાડો: બુલેટ ટ્રેન શરૂ થવાથી વડોદરાથી મુંબઈનું અંતર માત્ર 1.5 કલાકમાં (દોઢ કલાકમાં) કાપી શકાશે.

મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડોદરા ખાતેથી રજૂ કરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સની યાદી નીચે મુજબ છે:

પ્રોજેક્ટનું નામ વિગત / ખર્ચ અંતર / ક્ષેત્ર
WDFC સેક્શન્સ સાણંદ (ઉત્તર)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાલે, ન્યૂ સફાલે-JNPT 326 રૂટ કિમી (₹20,700 કરોડથી વધુ)
નવી ટ્રેન સેવાઓ ન્યૂ સાણંદ, ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ, JNPTથી માલગાડીઓ વડોદરા – ટાંડા રોડ નવી પેસેન્જર ટ્રેન
રેલવે લાઇન પ્રોજેક્ટ્સ વડોદરા-રતલામ (3જી-4થી લાઇન), મિયાગામ-માલસર (ગેજ કન્વર્ઝન), વિશ્વામિત્રી-ડભોઈ (ડબલિંગ) 329 કિમી (₹9,700 કરોડથી વધુ)

સંબંધિત પોસ્ટ્સ

કુંવારો બની થાઈલેન્ડમાં લગ્ન રચાવ્યા, ₹૬૦ લાખ પડાવ્યા: ભારત પહોંચેલી વિદેશી પત્ની સામે નીકળ્યો ૩ બાળકોનો બાપ, ધર્મ બદલવા દબાણ કરતાં ધરપકડ!

praxpatel

125 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો: ઑગસ્ટમાં કાળઝાળ ગરમી બાદ હવે શિયાળા પર પણ સંકટ, અલ નીનોની અસરથી ખેડૂતોની ચિંતા વધી

praxpatel

વલસાડમાં લવ જેહાદનું મોટું ષડયંત્ર: દીકરીઓને મહારાષ્ટ્રમાં પરણાવી વિદેશ મોકલવાનું કૌભાંડ

praxpatel