ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1972ના (1973માં અમલી) ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બિલ’માં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવું સુધારા બિલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સુધારા દ્વારા બોર્ડના રજિસ્ટ્રેશન વિના ગેરકાયદેસર સ્કૂલો ચલાવતા અને પૂર્વ મંજૂરી વિના અચાનક સ્કૂલ બંધ કરી દેતા સંચાલકો સામે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
દંડ અને સજાની નવી જોગવાઈઓ
સુધારા બિલ અમલમાં આવ્યા બાદ સંચાલકો માટે નિયમોના ઉલ્લંઘન બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે:
(નોંધ: સ્કૂલ બંધ કરવા માટે સંચાલકે બોર્ડને 6 મહિના અગાઉ નોટિસ આપીને મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.)
ગ્રાન્ટેડ સ્કૂલો અને ક્લાર્કની ભરતી અંગેના ફેરફારો
-
બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી: ધોરણ 9 થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્ક (વર્ગ-3) અને સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતીના નિયમો, લાયકાત અને પસંદગી પદ્ધતિ નક્કી કરવાની તમામ સત્તા હવે સરકાર હસ્તક રહેશે.
-
નવો દરજ્જો: 1972ના કાયદામાં ગ્રાન્ટેડ સ્કૂલોને ‘ખાનગી’ ગણવામાં આવતી હતી, પરંતુ હવેથી તેમને ‘સરકાર સહાયિત સ્કૂલો’ તરીકે નવો દરજ્જો આપવામાં આવશે.
-
શિક્ષકોનું રક્ષણ: સંચાલકો યોગ્ય કારણ વિના શિક્ષક કે આચાર્યને સસ્પેન્ડ નહીં કરી શકે અને સસ્પેન્શન અંગે બોર્ડે 45 દિવસમાં આખરી નિર્ણય લેવાનો રહેશે.
