અમદાવાદ શહેરમાં વેચાતા અખાદ્ય અને ભેળસેળયુક્ત ખોરાકના દૂષણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક પગલાં લીધાં છે. શહેરમાં વેચાતી તમામ ખાદ્ય સામગ્રી અને બેકરી પ્રોડક્ટ્સના પેકિંગ પર નામ, ઘટકો, પોષક તત્ત્વો અને ઉત્પાદકની સંપૂર્ણ વિગતો દર્શાવતું લેબલ લગાવવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ અંગે ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે બેઠક યોજીને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક તાકીદ કરી છે. નિયમોનો ભંગ કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
લેબલ પર કઈ-કઈ વિગતો દર્શાવવી ફરજિયાત છે?
નવા નિયમો મુજબ ખાદ્ય પદાર્થોના પેકિંગ પર નીચે મુજબની વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે:
‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ ની અમલવારી હજુ ધીમી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પોતાની દુકાન પર પ્રાથમિક તપાસ માટે ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાઈ છે. જોકે, આ યોજનાની અમલવારી હાલમાં ખૂબ ધીમી ચાલી રહી છે. મ્યુનિ.ની વિગતો મુજબ, માત્ર એક જાણીતી મીઠાઈ ચેઈને પોતાના 15 આઉટલેટ્સમાં આ કિટ મૂકી છે, જ્યારે અન્ય બહુ ઓછા વેપારીઓએ તેનો અમલ કર્યો છે.
