Gujarat Plus
ગુજરાત

કલોલની સઈજ GIDCમાં મોટી દુર્ઘટના: કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસ ગળતરથી મોત, 1 ગંભીર

કલોલની સઈજ GIDCમાં મોટી દુર્ઘટના: કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસ ગળતરથી મોત, 1 ગંભીર

Kalol GIDC Gas Leak Tragedy: ગાંધીનગરના કલોલમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કલોલની સઈજ GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ઝેરી ગેસ ગળતરના કારણે ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ટાંકી સાફ કરવા જતાં ઘટી ઘટના

મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના ગત 14 મેના રોજ સઈજ GIDC માં આવેલી ‘મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ’ નામની કંપનીમાં ઘટી હતી. કંપનીના ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં કાદવ અને કચરો સાફ કરવા માટે શ્રમિકો અંદર ઉતર્યા હતા.

ટાંકીની અંદર ઝેરી ગેસ હોવાના કારણે શ્રમિકો અંદર ઉતરતાની સાથે જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. ગેસની અસરના કારણે તેઓ બેભાન થઈ ગયા અને ટાંકીના કાદવમાં જ ફસાઈ ગયા હતા.

એકબીજાને બચાવવા જતાં જીવ ગુમાવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, સૌથી પહેલા એક શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો અને તેને ઝેરી ગેસની અસર થઈ હતી. તેને બચાવવા માટે અન્ય શ્રમિકો પણ વારાફરતી ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસ એટલો ઘાતક હતો કે કોઈ બહાર નીકળી શક્યું નહીં.

આ દુર્ઘટનામાં અનિલ ભગવાન લોધી નામના શ્રમિકની હાલત ગંભીર છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મૃતક શ્રમિકોના નામ

આ ઝેરી ગેસ ગળતરની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રમિકો અન્ય રાજ્યોમાંથી અહીં મજૂરી કામ માટે આવ્યા હતા:

  1. અમિત પ્રીતમ પરીહાર (ઉંમર વર્ષ 32, રહે. મધ્યપ્રદેશ)

  2. અમરકુમાર શ્રીવાસ્તવ (ઉંમર વર્ષ 33, રહે. ઉત્તરપ્રદેશ)

  3. શિવનાથ રામશંકર દુબે (ઉંમર વર્ષ 44, રહે. ઉત્તરપ્રદેશ)

પોલીસે આ મામલે ગુનો નોંધીને કંપની પ્રશાસનની બેદરકારી અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદના વાસણામાં પારિવારિક વિવાદમાં મોટો વળાંક: પિયર રહેતી પુત્રવધૂએ જોઈન્ટ લોકરમાંથી ₹50.85 લાખના દાગીના સેરવી લીધા, સાસુએ નોંધાવી ફરિયાદ

praxpatel

વલસાડમાં લવ જેહાદનું મોટું ષડયંત્ર: દીકરીઓને મહારાષ્ટ્રમાં પરણાવી વિદેશ મોકલવાનું કૌભાંડ

praxpatel

ગુજરાતમાં લઠ્ઠાકાંડનો કાયદો કાગળ પર જ કડક: 2011ના સુધારા બાદ પણ આજ સુધી એકેય બૂટલેગરને નથી થઈ ફાંસીની સજા

praxpatel