Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

જે.પી. નડ્ડા સાથેની મુલાકાત બાદ CJP નેતાઓનું મોટું નિવેદન, સમર્થકોને કરી આ ખાસ અપીલ

જે.પી. નડ્ડા સાથેની બેઠક બાદ CJP નેતાઓએ ચર્ચાને સકારાત્મક ગણાવી છે. તેમણે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને કાયદો વ્યવસ્થામાં સહયોગ કરવા અપીલ કરી છે.

CJP Meeting with JP Nadda: દિલ્હીમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કોકરોચ જનતા派ર્ટી (CJP) ના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ મુલાકાત બાદ CJP નેતાઓએ સરકાર સાથેની વાતચીતને ખૂબ જ સકારાત્મક ગણાવી છે.

પાર્ટી આગેવાનોના જણાવ્યા મુજબ, સરકારે તેમની તમામ માંગણીઓ અને મુદ્દાઓને ખૂબ જ ગંભીરતાથી સાંભળ્યા છે.

પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ

જે.પી. નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ CJP ના ડેલિગેશને પોતાના સમર્થકો જોગ એક મહત્વનો સંદેશ જાહેર કર્યો છે. તેમણે તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. નેતાઓએ જણાવ્યું કે, વાતચીત સુખદ માહોલમાં થઈ હોવાથી તેઓ શાંત રહે અને કાયદો તેમજ વ્યવસ્થા જાળવવામાં વહીવટીતંત્રને પૂરો સહયોગ આપે.

જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પર આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે:

  • રવિવાર સવારથી જ પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ આવ્યો હતો.

  • સોમવારે સવારે 11:50 વાગ્યાથી જ ચર્ચાની શરૂઆત થઈ ગઈ હતી.

  • પહેલા પ્રતિનિધિમંડળ સાથે મૌખિક ચર્ચા થઈ અને સાંજે 4 વાગ્યે તેમણે લેખિત જ્ઞાપન સોંપ્યું હતું.

નડ્ડાએ પણ તમામ લોકોને જંતર-મંતર પરથી પોતાના ધરણા સમેટી લેવા અને દિલ્હીમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી છે.

સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે સત્તાવાર નિવેદન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠક બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પોતાનું સત્તાવાર નિવેદન બહાર પાડી શકે છે. હાલમાં જંતર-મંતર પર હાજર પ્રદર્શનકારીઓને બળપૂર્વક કે જબરદસ્તીથી હટાવવાની પ્રશાસનની કોઈ યોજના નથી. હવે આગામી સમયમાં સરકારના સત્તાવાર નિર્ણય પર સૌની નજર ટકેલી છે.

:

સંબંધિત પોસ્ટ્સ

હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ

aminparmar

વિપક્ષ સરકારની આલોચના કરે તો તેને દબાવવા માટે ખાખીની આડમાં જે પ્રયાસો થાય છે એ ચિંતાનો વિષય છે: ચૈતર વસાવા

praxpatel

વંદે માતરમ વિવાદ વચ્ચે સોનિયા ગાંધી પર કુમારસ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી: કોંગ્રેસનો આકરો પલટવાર

praxpatel