Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ૬૮ લાખ મતદારોના નામ પર ‘SIR’ની કાતર: વિરોધ વકરતાં ચૂંટણી પંચે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ; ૪ રવિવારે યોજાશે ખાસ કેમ્પ

ગુજરાતમાં ૬૮ લાખ મતદારોના નામ પર 'SIR'ની કાતર: વિરોધ વકરતાં ચૂંટણી પંચે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ; ૪ રવિવારે યોજાશે ખાસ કેમ્પ

ગુજરાતમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની લંબાણપૂર્વકની કવાયત બાદ મતદાર યાદીમાંથી મોટા પાયે નામો રદ થવાને લઈને સર્જાયેલા ભારે વિવાદ બાદ ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-૭ ભરીને લાખો નામો કમી કરી દેવાયાના ગંભીર આક્ષેપો અને અન્ય રાજ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે ઊભા થયેલા વિરોધવંટોળ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.

મતદાર યાદીમાંથી છૂટી ગયેલા લાયક મતદારોના નામો ફરી ઉમેરવા અને નવા મતદારોને સામેલ કરવા માટે રાજ્યભરમાં વિશેષ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કવાયત અંતર્ગત ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર એમ ચાર રવિવારે રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસરો (BLO) ની ઉપસ્થિતિમાં વિશેષ કેમ્પ યોજાશે, જ્યાં નાગરિકો પોતાના દાવા-વાંધાની અરજીઓ રજૂ કરી શકશે.

ગુજરાતમાં SIR નું ગણિત (કુલ આંકડાકીય વિશ્લેષણ)

રાજ્ય સ્તરે હાથ ધરાયેલી આ કવાયતમાં મોટા પાયે મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે:

PNG
તબક્કો મતદારોની સંખ્યા
‘SIR’ પહેલાંની સ્થિતિ

૫,૦૮,૪૩,૪૩૬

PNG
ડ્રાફ્ટ તબક્કે થયેલો ઘટાડો

૭૩,૭૩,૩૨૭

PNG
ડ્રાફ્ટ યાદી

૪,૩૪,૭૦,૧૦૯

PNG
ડ્રાફ્ટ બાદ થયેલો ઉમેરો

૯,૫૬,૧૨૧

PNG
ડ્રાફ્ટ બાદ રદ થયેલા નામ

૩,૯૫,૫૫૫

PNG
અંતિમ મતદાર યાદી

૪,૪૦,૩૦,૭૨૫

PNG
પહેલાં કરતાં કુલ ચોખ્ખો ઘટાડો

૬૮,૧૨,૭૧૧

PNG

મુખ્ય જિલ્લાઓમાં SIR પહેલાં અને પછીની સ્થિતિ

રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં મતદારોની સંખ્યામાં થયેલી વધ-ઘટની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

JPG
જિલ્લો જૂના મતદારો ઘટાડો ઉમેરો હાલના મતદારો
અમદાવાદ

૬૨,૫૯,૬૨૦

JPG

૪૭,૬૨૭

JPG

૧,૫૩,૨૩૪

JPG

૪૯,૧૨,૫૪૮

JPG
સુરત

૪૮,૭૩,૫૧૨

JPG

૮૫,૭૩૪

JPG

૧,૦૧,૫૭૮

JPG

૩૬,૩૯,૦૪૨

JPG
વડોદરા

૨૬,૮૯,૧૧૭

JPG

૧૨,૧૮૦

JPG

૪૭,૦૭૦

JPG

૨૨,૨૦,૦૯૫

JPG
રાજકોટ

૨૩,૯૧,૦૨૭

JPG

૨૦,૦૯૬

JPG

૫૩,૫૧૭

JPG

૨૦,૮૮,૭૭૯

JPG
ગાંધીનગર

૧૩,૮૯,૭૧૨

JPG

૭,૮૮૩

JPG

૨૯,૧૧૬

JPG

૧૧,૯૫,૧૫૯

JPG
બનાસકાંઠા

૨૬,૨૪,૯૫૨

JPG

૨૧,૭૧૦

JPG

૩૩,૫૦૪

JPG

૧૬,૧૫,૧૦૨

JPG
ભાવનગર

૧૮,૬૬,૯૩૭

JPG

૧૦,૧૧૦

JPG

૪૦,૦૭૪

JPG

૧૬,૬૭,૯૪૫

JPG
આણંદ

૧૮,૧૨,૩૨૭

JPG

૧૪,૪૬૬

JPG

૨૩,૧૦૬

JPG

૧૫,૮૯,૧૮૭

JPG
ખેડા

૧૬,૫૫,૦૬૨

JPG

૯,૬૬૦

JPG

૨૮,૫૩૮

JPG

૧૪,૮૧,૨૩૮

JPG
દાહોદ

૧૬,૯૩,૦૦૨

JPG

૭,૨૪૪

JPG

૨૧,૩૨૮

JPG

૧૫,૨૬,૮૫૭

JPG
કચ્છ

૧૬,૯૦,૫૩૪

JPG

૧૩,૪૧૯

JPG

૩૨,૭૯૫

JPG

૧૪,૯૫,૭૮૫

JPG
મહેસાણા

૧૭,૯૧,૯૦૫

JPG

૭,૬૧૪

JPG

૩૨,૬૫૫

JPG

૧૬,૨૨,૫૩૭

JPG
સુરેન્દ્રનગર

૧૪,૮૧,૬૯૧

JPG

૨૧,૪૧૫

JPG

૨૧,૩૧૬

JPG

૧૩,૪૪,૮૬૦

JPG
જૂનાગઢ

૧૩,૦૦,૩૪૪

JPG

૮,૮૦૮

JPG

૨૯,૮૨૨

JPG

૧૧,૭૦,૪૦૯

JPG
ભરૂચ

૧૩,૧૦,૬૦૦

JPG

૧૩,૬૧૮

JPG

૨૦,૯૮૮

JPG

૧૧,૦૨,૭૯૦

JPG
જામનગર

૧૨,૪૧,૦૯૭

JPG

૬,૭૮૯

JPG

૨૮,૨૦૧

JPG

૧૦,૮૫,૦૩૨

JPG

શું હતો સમગ્ર વિવાદ?

ડિસેમ્બર ૨૦૨૫ માં શરૂ કરાયેલી SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે બેવડાં (ડુપ્લિકેટ), ગેરહાજર, કાયમી સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા હોવાના આધારે લાખો મતદારોના નામ યાદીમાંથી કમી કર્યા હતા. જોકે, અનેક વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઊઠી હતી કે વાસ્તવિક અને કાયદેસરના મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-૭ ભરીને તેમના મતાધિકાર છીનવી લેવાયા હતા.

હવે જ્યારે વિરોધ પક્ષો અને નાગરિકો તરફથી ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચે જૂની અને નવી યાદીઓની સરખામણી કરી યોગ્ય મતદારોના નામોની પુનઃ નોંધણી સુનિશ્ચિત કરવા સમગ્ર વહીવટીતંત્રને કામે લગાડ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

aminparmar

ચીનમાં ખળભળાટ: બે પૂર્વ રક્ષામંત્રીઓ ને મોતની સજા, ભ્રષ્ટાચાર મામલે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની લાલ આંખ

praxpatel

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel