Gujarat Plus
gujaratplusગુજરાતતાજા સમાચાર

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

Salangpur Dham Celebrates Gujarat’s Biggest Rangotsav | ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં ‘દિવ્ય રંગોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિના રંગે રંગાયા.

દાદાને દિવ્ય શણગાર અને 51 હજાર કિલો રંગથી હોળી રમ્યા ભક્તો 

આ વર્ષે ઉત્સવની વિશેષતા એ હતી કે ભક્તોની ત્વચાને નુકસાન ન થાય તે માટે છોટાઉદેપુરથી ખાસ ઓર્ડર આપીને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા હતા. ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત પ્રકારના રંગો અને 1000 કિલો તાજા ફૂલોની વર્ષાથી સમગ્ર મંદિર પરિસર રંગીન બની ગયું હતું. હનુમાનજી દાદાને પણ પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.

ભક્તો અને સંતોએ રાસની રમઝટ બોલાવી 

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા 500 જેટલા કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગો ઉડાડવામાં આવતા આકાશ પણ રંગીન બની ગયું હતું. નાસિક ઢોલના તાલે ભક્તો અને સંતો એકસાથે રાસની રમઝટ બોલાવી હતી.

 

સંબંધિત પોસ્ટ્સ

પેટ કમિન્સનો જડબાતોડ જવાબ: ‘મારા વિશે અફવા ફેલાવવાનું બંધ કરો’, SA20 લીગમાં રમવાના દાવાને ગણાવ્યો ખોટો

praxpatel

સુરતના અલથાણમાં તંગદિલી: સગીરાની છેડતી મામલે લોકોનો પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ, સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ

praxpatel

સંતાકૂકડીની રમત જીવલેણ બની: બેડના બોક્સમાં છુપાયેલી 2 વર્ષની બાળકીનું ગૂંગળામણને કારણે કરુણ મોત

praxpatel