Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના 57થી વધુ તાલુકામાં મેઘમહેર: સુરતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં 3 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. રાજ્યના 57થી વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. શુક્રવારે સુરત અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદ થી રસ્તાઓ પાણી-પાણી

સુરત શહેરમાં સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉધના, સચિન રોડ, વેસુ અને અડાજણમાં ભારે વરસાદ થયો હતો. આ સિવાય કતારગામ, અમરોલી અને વરાછા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા.

રસ્તાઓ પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઓફિસેથી ઘરે પરત ફરતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

કપરાડામાં 3 ઇંચ અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લાના કપરાડામાં માત્ર 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ તરફ નવસારીના ખેરગામમાં પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભાવનગર, ડાંગનું વઘઈ, વલસાડનું ધરમપુર અને પારડીમાં પણ 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે.

આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 23 જુલાઈ સુધી વરસાદી માહોલ સક્રિય રહેશે. તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.

સંબંધિત પોસ્ટ્સ

કંગનાને Gen-Z અંગે શરમજનક નિવેદન કરવું ભારે પડ્યું: CJP અને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

praxpatel

Dhurandhar 2: The Revenge, ટ્રેલર રિલીઝ થતાં જ છવાયું, Alia Bhatt થી લઈને Ram Gopal Varma સુધી સેલેબ્સે આપી જબરદસ્ત પ્રતિક્રિયા

Maheriya Nirali

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકાર

aminparmar