Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્થાનિક તંત્રને સાવચેત રહેવા કડક સૂચના

ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 31 જુલાઈએ 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતાને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત અને સજ્જ રહેવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

વરસાદનું જિલ્લાવાર એલર્ટ અને આગાહી

હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે.

  • 30 જુલાઈ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી છે.

  • 31 જુલાઈ (રેડ એલર્ટ): અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

  • 1 ઓગસ્ટ: ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગાંધીનગરમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વપૂર્ણ બેઠક

વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર SEOC ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં તમામ વિભાગોને પોતાની ટીમો અને સાધનોનું મેપિંગ કરીને ત્વરિત એક્શન માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે.

  • જર્જરિત ઇમારતો અને હોર્ડિંગ્સ: માર્ગ અને મકાન વિભાગને જર્જરિત બિલ્ડિંગો, બેનર્સ અને હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવા આદેશ કરાયો છે.

  • કાચા મકાનો અને મજૂર વર્ગ: આપત્તિના સમયે કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા વિશેષ કાળજી લેવાશે.

રેસ્ક્યૂ કામગીરી: દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલા જ 53,600થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે NDRF અને SDRF દ્વારા 9,600થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

સુરતમાં અનોખી ઘટના: ઘોડાને ગાજર ખવડાવવા જતાં માલિકનો અંગૂઠો ચાવી ગયો, 4 કલાકની સર્જરી બાદ ડોક્ટરોએ ચમત્કાર કર્યો!

praxpatel

ભાજપ રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનો દબદબો: 6 વર્ષ બાદ 4 નેતાઓને સ્થાન, રોહન ગુપ્તાને મળ્યું સરપ્રાઈઝ પદ

praxpatel

પાટીદાર સમાજે કહ્યું: સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાંતિ મહારેલી

Maheriya Nirali