Gujarat Plus
અન્યગુજરાત

ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો

Gujarat Motor Vehicle Rules

Gujarat Motor Vehicle Rules : ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખ દર્શાવવાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર કે ખાનગી બસ અને ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે રાજ્ય સરકારે ‘ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯’ માં સુધારો કરીને કાયદાકીય જોગવાઈ વધુ સ્પષ્ટ બનાવી છે.

‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, ૨૦૨૬’ ની મુખ્ય જોગવાઈઓ

રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત ૧૭ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ આ અંગેનું અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

નિયમની કલમ કરવામાં આવેલો મુખ્ય સુધારો
નિયમ ૧૨૫, પેટાનિયમ (૧) અગાઉના ‘No advertising device, figure’ શબ્દોના સ્થાને હવે ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરીને જાતિ દર્શાવતા સંકેતો પર પ્રતિબંધ મુકાયો છે.
નિયમ ૧૩૮, પેટાનિયમ (૩) નવા ઉમેરાયેલા પેટાનિયમ મુજબ, સરકારના સામાન્ય કે વિશેષ હુકમથી અપાયેલી મંજૂરી સિવાય કોઈ પણ ખાનગી વાહન પર જાહેરાત, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

કોઈ વાંધો કે સૂચન ન મળતાં અંતિમ નિયમો લાગુ કરાયા

ઉલ્લેખનીય છે કે આ સુધારાના મુસદ્દા (Draft Rules) અગાઉ ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને નાગરિકો પાસેથી ૩૦ દિવસમાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયમર્યાદામાં સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં હવે આ અંતિમ નિયમો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે, જેનાથી વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગેનું નિયમન વધુ કડક અને સ્પષ્ટ બનશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદ અને ધોલેરામાં સ્થપાશે ‘ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક’

praxpatel

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન: લાંબી માંદગી બાદ વતનમાં લીધા અંતિમ શ્વાસ!

praxpatel

ભાવનગરમાં મહિલાને માત્ર ૩૧ દિવસમાં ન્યાય: એસ.ટી. સ્ટેન્ડમાં કાજલબેનની કરપીણ હત્યા કરનાર ફૈઝલ ખાટકીને જીવે ત્યાં સુધી કેદની સજા

praxpatel