Gujarat Plus
તાજા સમાચારસ્પોર્ટ્સ

FIFA World Cup 2026: એમબાપેના ગોલથી ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં, મોરોક્કોએ કેનેડાને હરાવી મેળવી એન્ટ્રી

FIFA World Cup 2026: એમબાપેના ગોલથી ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં, મોરોક્કોએ કેનેડાને હરાવી મેળવી એન્ટ્રી

ફીફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) માં પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) ના મુકાબલા શરૂ થઈ ગયા છે. ફ્રાન્સે પેરાગ્વે સામે 1-0થી રોમાંચક જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, મોરોક્કોની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સહ-યજમાન કેનેડાને 3-0થી એકતરફી હરાવીને અંતિમ-8માં પ્રવેશ કર્યો છે.

હવે ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો સામસામે ટકરાશે. આ હાઈવોલ્ટેજ મેચ 10 જુલાઈના રોજ બોસ્ટનના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ 10 જુલાઈની મોડી રાત્રે 1:30 વાગ્યે રમાશે.

મોરોક્કોની જીતનો હીરો બન્યો અજ્જેદીન કૌનાહી

કેનેડા અને મોરોક્કો વચ્ચે હ્યુસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા હાફ સુધી બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી. જોકે, બીજા હાફમાં મોરોક્કોએ આક્રમક રમત બતાવી હતી:

  • મેચની 50મી મિનિટે અજ્જેદીન કૌનાહીએ બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.

  • ત્યારબાદ 82મી મિનિટે કૌનાહીએ બીજો ગોલ કરીને જીત નક્કી કરી નાખી હતી.

  • ઇન્જરી ટાઇમમાં સુફિયાન રહીમીએ ત્રીજો ગોલ કરીને મોરોક્કોને 3-0થી મોટી જીત અપાવી હતી. મોરોક્કો સતત બીજી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે.

કિલિયન એમબાપેના ગોલથી ફ્રાન્સની સફર યથાવત

ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં ફ્રાન્સ અને પેરાગ્વે વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચની 69 મિનિટ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી.

ત્યારબાદ ફ્રાન્સને VAR રિવ્યુ દ્વારા પેનલ્ટી મળી હતી. સ્ટાર ફૂટબોલર કિલિયન એમબાપેએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી. આ ગોલની સાથે એમબાપે હવે ગોલ્ડન બૂટની રેસમાં લિઓનલ મેસીની બરાબરી પર પહોંચી ગયો છે.

સંબંધિત પોસ્ટ્સ

એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઇન્ડિયાએ કમર કસી: જાપાનમાં ઇન્ડોર નેટ્સમાં પરસેવો પાડ્યો, શ્રેયસ અય્યરના હાથમાં ટીમની કમાન

praxpatel

તેલંગાણામાં PM મોદીની ગર્જના: ‘હું ગુજરાતની જેમ પૈસા આપવા તૈયાર, પણ અહીં આવતા અડધા થઈ જાય છે’

praxpatel

ખામેનેઈની અંતિમ વિદાય: ઈરાનના વિદેશ મંત્રી અને સ્પીકર રડી પડ્યા, ભાવુક વીડિયો આવ્યો સામે

praxpatel