Gujarat Plus
લાઈફ સ્ટાઇલ

ફેટી લીવર બની શકે છે હાર્ટ એટેકનું કારણ: આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ

ફેટી લીવર બની શકે છે હાર્ટ એટેકનું કારણ: આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ

લીવરમાં ખરાબી માત્ર લીવર સુધી સીમિત રહેતી નથી. તે સીધી રીતે તમારા હૃદયને પણ નુકસાન પહોંચાડી શકે છે. નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડીસીઝ, જેને હવે MASLD (મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડીસીઝ) કહેવામાં આવે છે, તે હૃદય માટે મોટો ખતરો બની રહ્યો છે.

MASLD શું છે?

MASLD એ એવી સ્થિતિ છે જેમાં લીવરમાં વધારાની ચરબી જમા થાય છે. આ સમસ્યા મોટે ભાગે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બીપી અને વધેલા કોલેસ્ટ્રોલ જેવા કારણોસર થાય છે. તબીબોના જણાવ્યા મુજબ, MASLD થી પીડિત મોટાભાગના લોકોમાં મૃત્યુનું મુખ્ય કારણ હૃદયની બીમારીઓ હોય છે.

ફેટી લીવરથી હાર્ટ એટેકનો ખતરો કેમ વધે છે?

નિષ્ણાતોના મતે, MASLD ને કારણે શરીરમાં સતત સોજો રહે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે. તેનાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને આર્ટરીઝ (નસો) ની અંદરની દીવાલને નુકસાન થાય છે. પરિણામે હૃદયમાં રક્તના ગંઠાઈ જવાનો (બ્લડ ક્લોટ્સ) ખતરો વધે છે, જે આગળ જતાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ બને છે.

કયા લોકોને હૃદય રોગનો વધુ ખતરો છે?

નીચે દર્શાવેલી સ્થિતિ ધરાવતા લોકોમાં ફેટી લીવરને કારણે હાર્ટ એટેકનું જોખમ વધુ રહે છે:

  • ડાયાબિટીસના દર્દીઓ

  • વધુ પડતું વજન અથવા સ્થૂળતા

  • હાઈ બ્લડ પ્રેશર

  • કિડનીની બીમારી

  • લીવર ફાઈબ્રોસિસ

કયા લક્ષણો દેખાય તો સાવચેત રહેવું?

જો ફેટી લીવર સાથે આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ:

  • પેટના જમણા ભાગમાં સખત દુખાવો

  • ઉલટી સાથે ઠંડો પરસેવો થવો

  • શ્વાસ ફૂલવો કે શ્વાસ લેવામાં તકલીફ થવી

  • છાતીમાં સખત દુખાવો જે હાથ સુધી ફેલાય

ફેટી લીવરથી હૃદયને બચાવવાના ઉપાયો

  • વજન નિયંત્રિત કરો: શરીરનું વજન 7 થી 10 ટકા જેટલું ઘટાડવાનો પ્રયાસ કરો.

  • કસરત: અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કે વોકિંગ કરો.

  • આહાર: જંક ફૂડ, તળેલી વસ્તુઓ અને વધુ પડતી ખાંડથી દૂર રહો.

  • નિયમિત તપાસ: ડૉક્ટરની સલાહ મુજબ લીવર ફંકશન ટેસ્ટ અને લિપિડ પ્રોફાઈલ કરાવતા રહો.

સંબંધિત પોસ્ટ્સ

આ 4 રાશિઓ માટે મે મહિનો સાબિત થશે વરદાન! મળી શકે છે ‘ડ્રીમ જોબ’

praxpatel

માઇલસ્ટોન્સ ના રંગો પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય: પીળો, લીલો કે નારંગી રંગ શું સૂચવે છે? જાણો વિગત

praxpatel

બુધવારે કરો શ્રી ગણેશ ચાલીસાના પાઠ, દૂર થશે તમામ કષ્ટ: જાણો સાચા નિયમો!

praxpatel