Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

Video/ કોલંબિયામાં સૈન્ય વિમાન ક્રેશ: 80 સૈનિકોના મોતની આશંકા, જંગલમાં મચી ચીસયારીઓ

કોલંબિયા માં સૈન્ય વિમાન ક્રેશ: 80 સૈનિકોના મોતની આશંકા,

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયા માંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં એક સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતા અંદાજે 80 સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે.

કેવી રીતે થઈ દુર્ઘટના?

સમાચાર એજન્સી AFP ના જણાવ્યા મુજબ, એરફોર્સનું ‘હર્ક્યુલસ’ (Hercules) એરક્રાફ્ટ પ્યુર્ટો લેગુઈઝામોથી ટેકઓફ કરી રહ્યું હતું. ઈક્વાડોરની સરહદ નજીક ટેકઓફ સમયે જ વિમાન અકસ્માતનો શિકાર બન્યું હતું. આ વિમાનમાં 100 લોકોને લઈ જવાની ક્ષમતા હતી, પરંતુ દુર્ઘટના સમયે તેમાં 80 સૈનિકો સવાર હતા.

જંગલમાં સળગતું જોવા મળ્યું વિમાન

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, વિમાન જંગલના એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં વિમાનનો કાટમાળ અને તેમાંથી નીકળતી આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.

 બચાવ કામગીરી અને તપાસ

  • રેસ્ક્યૂ ઓપરેશન: સૈન્યની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

  • બચી ગયેલા સૈનિકો: કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 સૈનિકોને બચાવી લેવાયા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

  • કારણ: વિમાન ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રીનું નિવેદન

કોલંબિયા ના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે સોમવારે ટેકઓફ કરતી વખતે એક મોટું પરિવહન વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. પ્રધાન પેડ્રો સાંચેઝે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઇક્વાડોરની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરતી વખતે વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થયું હતું.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની આગાહી, 12 જિલ્લામાં એલર્ટ

praxpatel

ન ભૂખ, ન તરસ અને ન મોતનો ડર… રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન ને સૈનિકોની અછત, હવે ‘રોબોટ’ લડશે જંગ!

praxpatel

ચર્ચમાં જ સામસામે આવી ગયા પાદરીઓના બે જૂથ: ઓર્થોડોક્સ અને જેકોબાઈટ જૂથો વચ્ચે હિંસક ઝઘડો, મચી અફડાતફડી

praxpatel