Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

૧૦૦ કરોડનું નુકસાન, વિલને લીધી માત્ર ૧૧ રૂપિયા ફી! ડિરેક્ટરની સૌથી મોંઘી ફિલ્મ બોક્સ ઓફિસ પર સાબિત થઈ ડિઝાસ્ટર

૧૦૦ કરોડનું નુકસાન, વિલન લીધી માત્ર ૧૧ રૂપિયા ફી! ડિરેક્ટરની સૌથી મોંઘી ફિલ્મ બોક્સ ઓફિસ પર સાબિત થઈ ડિઝાસ્ટર

બોલિવૂડમાં મોટા બજેટની દરેક ફિલ્મ સફળ થાય તે જરૂરી નથી. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’ (Bombay Velvet). આ ફિલ્મ આશરે ૧૧૮ કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે બનાવવામાં આવી હતી. ફિલ્મમાં આજના સમયના સૌથી મોટા સ્ટાર્સ હોવા છતાં તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ ફિલ્મ મેકર્સ માટે ૧०० કરોડથી વધુનું નુકસાન કરનારી સુપર ડિઝાસ્ટર સાબિત થઈ હતી.

કરણ જોહરે વિલન બનવા માટે લીધા હતા માત્ર ૧૧ રૂપિયા

આ ફિલ્મની સૌથી રસપ્રદ વાત એ છે કે, બોલિવૂડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરે આમાં મુખ્ય વિલન (ખલનાયક) ની ભૂમિકા ભજવી હતી. તેમણે આ રોલ માટે ફી તરીકે માત્ર ૧૧ રૂપિયા લીધા હતા. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘દેવ ડી’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા ડિરેક્ટર અનુરાગ કશ્યપની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. પરંતુ, આ ફિલ્મ તેમના કરિયરની સૌથી અસફળ અને નબળી ફિલ્મ સાબિત થઈ હતી.

રણબીર કપૂર નહીં, આમિર ખાન હતા પહેલી પસંદ

આ ફિલ્મની કાસ્ટિંગને લઈને પણ ઘણા મોટા ખુલાસા થયા હતા:

  • મુખ્ય અભિનેતા: ફિલ્મ માટે રણબીર કપૂર પહેલા આમિર ખાનને એપ્રોચ કરવામાં આવ્યા હતા. આ સિવાય સૈફ અલી ખાન અને ઋતિક રોશનના નામ પર પણ વિચાર કરાયો હતો, પણ અંતે રણબીર ફાઇનલ થયો.

  • વિલનનો રોલ: કરણ જોહર પહેલા વિલનના પાત્ર માટે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ મેકર્સની પહેલી પસંદ હતા.

એક નાની ભૂલ અને દર્શકો સાથે કનેક્ટ ન થઈ શકી ફિલ્મ

ફિલ્મ ફ્લોપ થવા પાછળ સ્ક્રીપ્ટ સિવાય મેકર્સની એક મોટી ભૂલ પણ જવાબદાર હતી. આ ફિલ્મની વાર્તા ૧૯૬૦ ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. પરંતુ, ફિલ્મમાં તમામ કલાકારો ‘ક્લાસિક માઈલ્ડ’ બ્રાન્ડની સિગારેટ પીતા જોવા મળે છે, જે ૧૯૬૦ ના દાયકામાં બજારમાં ઉપલબ્ધ જ નહોતી. આવી નાની-મોટી ભૂલો અને નબળી વાર્તાના કારણે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ શક્યા નહીં અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધબડકો વળી ગઈ.

સંબંધિત પોસ્ટ્સ

TRP Week 23: ‘Ganga Mai Ki Betiyan’ ફરી નંબર 1, ‘Naagin 7’ ની મોટી છલાંગ, જુઓ ટોપ 10 લિસ્ટ

praxpatel

જ્યારે ફેને રણબીર કપૂરને ‘રણવીર સિંહ’ કહીને બોલાવ્યો! ‘ધુરંધર’ની સફળતા પર એક્ટરનું રિએક્શન વાયરલ

praxpatel

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હિટ કે ફ્લોપ? ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

praxpatel