Gujarat Plus
ગુજરાતરાજનીતિ

બગદાણા ધામ: લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયો બાદ વિવાદ વકર્યો, પુત્ર જયરાજ પર ગંભીર આરોપ!

બગદાણા ધામ વિવાદ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી બોલ્યા હતા. જેને લઈ સેવક નવનીતભાઈએ ધ્યાન દોર્યુ હતું અને કહ્યું હતું કે બગદાણા ધામમાં કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યાર બાદ માયાભાઈએ બગદાણા ધામની માફી માગતો એક વીડિયો જાહેર કર્યો હતો.

નવનીત ભાઈ ના જણાવ્યા અનુસાર માયાભાઇ નો વિડિઓ વાયરલ થયા બાદ તેમના પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર આરોપ લાગ્યા છે. રાજનીતિમાં આવતા પૂર્વે જ જયરાજ પર દાદાગીરીના ગંભીર આરોપ લાગ્યા છે. નવનીતભાઈને મળવા બોલાવી ધોકા વડે બે વખત હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતા બગદાણા પોલીસે ગુનો નોંધી ફરિયાદ હાથ ધરી છે.

 

સંબંધિત પોસ્ટ્સ

જો બંગાળમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો શું કોંગ્રેસ ટીએમસીને ટેકો આપશે? જાણો મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું

praxpatel

મોટો પ્લાન: શું સંસદમાં ફરી રજૂ થશે પરિસીમન બિલ? વિધાનસભા ચૂંટણીઓ બાદ ચર્ચાઓ તેજ, જાણો સરકારનો ફોર્મ્યુલા

praxpatel

અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર: પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો કર્યો વધારો

praxpatel