Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા, જાણો કયા દેવી-દેવતાના છે આ મંદિર

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા,

અયોધ્યામાં મુખ્ય રામ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ધજા લહેરાવી હતી. હવે રામ જન્મભૂમિ સંકુલમાં આવેલા અન્ય 6 મહત્વના પેટા-મંદિરોમાં પણ ધજા રોહણની વિધિ શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

કયા 6 મંદિરોમાં ધજા લહેરાવવામાં આવશે?

ચંપત રાયે જણાવ્યું હતું કે, જે 6 મંદિરોમાં ધર્મ ધજા લહેરાવવામાં આવશે તેમાં નીચે મુજબના દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે:

  1. સૂર્ય દેવ

  2. ભગવતી માતા

  3. શિવલિંગ (મહાદેવ)

  4. ગણપતિ દાદા

  5. શેષાવતાર

  6. હનુમાનજી

હનુમાન જયંતિ પર ખાસ મહોત્સવ

હનુમાનજીના મંદિરના શિખર પર આગામી 2 એપ્રિલ 2026 ના રોજ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ધર્મ ધજા લહેરાવવામાં આવશે. આ સિવાયના અન્ય પાંચ મંદિરો માટે ધજા રોહણની વિધિ 22 માર્ચથી 31 માર્ચ દરમિયાન અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

મર્યાદિત સંખ્યામાં સંતોની હાજરી

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈ મોટી જનસભા યોજવામાં આવશે નહીં. દરેક વિધિમાં આશરે 50 સંતો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો તેમજ મજૂરો સહિત કુલ 200 જેટલા લોકો જ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય શિખર પર ધજા લહેરાવવાની વિધિ 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન મોદીએ સંપન્ન કરી હતી.


સંબંધિત પોસ્ટ્સ

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો: નાગપુરના દિગ્ગજ નેતા અનેક હોદ્દેદારો સાથે એકનાથ શિંદે જૂથમાં જોડાયા

praxpatel

માફી માંગવાથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?’, પુસ્તક વિવાદ પર NCERTને ફરી સુપ્રીમ કોર્ટની ફટકાર

aminparmar

વિદેશ નીતિ પર રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ગરમાયું રાજકારણ: ભાજપે કહ્યું- ‘આવા વિપક્ષના નેતા લોકશાહીનું દુર્ભાગ્ય’

praxpatel