Gujarat Plus
એન્ટરટેનમેન્ટ

‘શો માટે ઇમોશન્સ સાથે રમત’: આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર ભડક્યા ફેન્સ, ગૌરવ ખન્ના પણ થયા ટ્રોલ

'શો માટે ઇમોશન્સ સાથે રમત': આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર ભડક્યા ફેન્સ, ગૌરવ ખન્ના પણ થયા ટ્રોલ

એકતા કપૂરના રિયાલિટી શો ‘લોકઅપ – સચ યા સઝા’ ની પહેલી જ એપિસોડે સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલા આ શોમાં ટીવી એક્ટ્રેસ અને ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ પોતાના અંગત જીવનને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ તે અને ગૌરવ ખન્ના લોકોના નિશાના પર આવ્યા છે.

આકાંક્ષા ચમોલાનો મોટો ખુલાસો

શોના પ્રીમિયર દરમિયાન આકાંક્ષાને પોતાનું એક સિક્રેટ શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આકાંક્ષાએ જણાવ્યું કે, તે અને ગૌરવ ખન્ના છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે. તેણે પોતાના છૂટાછેડા (ડિવોર્સ) ની વાત પણ કન્ફર્મ કરી છે.

આકાંક્ષાએ શોમાં કહ્યું:

“હું અને ગૌરવ ડિવોર્સ લઈ રહ્યા છીએ. અમે એક વર્ષથી અલગ રહીએ છીએ અને આ વાત હજી સુધી પબ્લિક નહોતી થઈ. અમારી વચ્ચે કોઈ કડવાશ નથી, પણ ભવિષ્યને લઈને અમારા વિચારો અલગ છે. પાર્ટનર તરીકે અમે એકબીજા માટે યોગ્ય નથી.”

લોકો કેમ ભડક્યા? ફેન્સે લગાવ્યા ગંભીર આરોપ

આ ખુલાસો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. યુઝર્સ આકાંક્ષા અને ગૌરવ પર માત્ર પબ્લિસિટી અને શો જીતવા માટે ફેન્સની લાગણીઓ સાથે રમત રમવાનો આરોપ લગાવી રહ્યા છે.

લોકોના ગુસ્સાનું મુખ્ય કારણ એ છે કે આ બંને કલાકારો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર સતત રોમેન્ટિક ફોટોઝ અને વીડિયો શેર કરતા હતા. આ સિવાય ‘બિગ બોસ 19’ દરમિયાન પણ બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

ટ્રોલ્સે ગૌરવ ખન્ના ક્લાસ લીધો

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, “જો તમે એક વર્ષથી અલગ હતા, તો બિગ બોસમાં જે રોમેન્ટિક પળો જોવા મળી તે બધી ખોટી હતી?” અન્ય એક યુઝરે લખ્યું, “થોડાક ફેમ (પ્રસિદ્ધિ) માટે પોતાના ડિવોર્સનો ઉપયોગ કરી લીધો.”

અનુપમા ફેમ ગૌરવ ખન્ના પણ આ મામલે ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ગૌરવે પોતાની ‘ગુડ બોય’ ઇમેજ જાળવી રાખવા માટે અત્યાર સુધી જૂઠું બોલવાનું ચાલુ રાખ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

‘ઉતરન’ની ઈચ્છા અને તપસ્યા હવે શું કરે છે? એક બની વકીલ તો બીજીએ પહેર્યો ડોક્ટરનો કોટ

praxpatel

વેલકમ ટુ ધ જંગલનું ટીઝર રિલીઝ: 30થી વધુ કલાકારો મચાવશે ધમાલ, આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ

praxpatel

‘સેલ્ફિશ બનો… બોયફ્રેન્ડ રાખો પણ લગ્ન ન કરો’: પીઢ અભિનેત્રી મૌસમી ચેટર્જીએ દીકરીને આપી ખાસ સલાહ, ગીતાનો આપ્યો સંદર્ભ

praxpatel