Gujarat Plus
ગુજરાત

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયું, સમાજના વિદ્યાર્થીઓ, સામાજિક-રાજકીય પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સમાજના શ્રેષ્ઠિઓ , શહીદ પરિવારના સદસ્યોનું વિશિષ્ટ સન્માન કરાયુ. આગામી સમયમાં બગદાણામાં થયેલ હુમલા સંદર્ભે ન્યાય નહિ મળે તો મહાસંમેલન યોજવાની તૈયારી દર્શાવી.

સમગ્ર બોટાદ જિલ્લા કોળી સેના, જય માંધાતા ગ્રુપ,અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા તરઘરા ગામે તેજસ્વી તારલાઓનો ચતુર્થ સન્માન સમારોહ યોજાયો હતો. પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતર અભ્યાસમાં અગ્રતાક્રમ મેળવી વિશિષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક કીટ, શીલ્ડ, મેડલ, સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમજ સામાજિક ક્ષેત્રે સેવાપ્રદાન કરનાર ડોક્ટર, વકીલ, એન્જિનિયર, જર્નાલિસ્ટને પણ સન્માનિત કરાયા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ દ્વારા કોળી સમાજને સંગઠિત રીતે મજબૂત બનાવવાના પ્રયાસ સાથે બગદાણા ખાતે નવનીત ભાઈ પર થયેલ હુમલામાં સરકાર દ્વારા એસઆઇટીની રચના બાદ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લામાં જ સમસ્ત ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલન યોજી ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર કોળી સમાજ ના લોકોને એકત્ર કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી

સંબંધિત પોસ્ટ્સ

વિવાદિત કીર્તિ પટેલને MLA બનાવવાના મહેન્દ્રગીરી બાપુને ચડ્યાં અભરખાં,

aminparmar

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર, કોંગ્રેસ-AAPએ ઉમેદવાર જ ન ઉતાર્યા!

praxpatel

જલ જીવન મિશનના દાવા પાણીમાં: ગુજરાતમાંથી હેન્ડપંપ બંધ હોવાની 1.34 લાખ ફરિયાદો, સરકારી દાવાઓની ખુલી પોલ

praxpatel