Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

‘હું ઈરાનની હિટ લિસ્ટમાં ટોચે, હત્યાનું કાવતરું રચાયું’ – ટ્રમ્પનો મોટો દાવો

'હું ઈરાન ની હિટ લિસ્ટમાં ટોચે, હત્યાનું કાવતરું રચાયું' – ટ્રમ્પનો મોટો દાવો

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. આ ભયાનક સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન તેમનો જીવ લેવાનું કાવતરું રચી રહ્યું છે.

(NATO) શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઇરાન અમેરિકી નેતાઓને ખતમ કરવા માંગે છે અને હું તેમની દરેક હિટ લિસ્ટમાં સામેલ છું. અત્યાર સુધી નસીબે મારો સાથ આપ્યો છે, પણ કદાચ આ કાયમ નહીં ચાલે. તેઓ ખૂબ જ ક્રૂર લોકો છે અને આપણે આ કેન્સરથી છુટકારો મેળવવો જ પડશે.” આ સાથે જ ટ્રમ્પે ઇરાન સાથેના તમામ કરારો (MoU) સત્તાવાર રીતે સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી દીધી છે.

અમેરિકાએ ઇરાનના 80 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો આ સનસનાટીભર્યા નિવેદન પહેલાં, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઇરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાગરિક જહાજો પર ઇરાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવા માટે યુએસ સેનાએ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર ઇન્સ્ટોલેશન અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની 80થી વધુ નાની સૈન્ય બોટોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો છે. ઇરાની મીડિયાના અહેવાલો અનુસાર, બંદર મહશહરમાં આ હુમલા દરમિયાન એક IRGC સભ્યનું મોત નીપજ્યું છે, જ્યારે બૂશેહર સહિતના અનેક વિસ્તારો ધડાકાઓથી ધ્રૂજી ઉઠ્યા હતા.

પલટવારમાં ઇરાને અમેરિકી નેવી-આર્મી બેઝ પર કર્યા મિસાઇલ અને ડ્રોન હુમલા અમેરિકાના આ આક્રમણના જવાબમાં ઇરાને પણ તાત્કાલિક વળતો પ્રહાર કર્યો છે. ઇરાની સેનાએ બહરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ હુમલા કર્યા છે. બહરીનમાં અમેરિકી નૌસેનાની ‘ફિફ્થ ફ્લીટ’ (5th Fleet) તૈનાત છે, જ્યારે કુવૈતમાં અમેરિકી થલસેનાના જવાનો તૈનાત છે. કુવૈતના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની ડિફેન્સ સિસ્ટમે ઇરાનની 2 બેલિસ્ટિક મિસાઇલો અને 13 ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અનર્થ ટાળ્યો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલા આ ખુલ્લા જંગને કારણે વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

સંબંધિત પોસ્ટ્સ

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

praxpatel

‘એક દેશ પાસે વસ્તી કરતા 8 ગણી વધુ વેક્સિન હતી’: વિદેશ મંત્રી એસ. જયશંકરે વિકસિત દેશો પર સાધ્યું નિશાન

praxpatel

Video/ અરિજીત સિંહના અવાજનો જાદુ: આમિરના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીનું નવું ગીત ‘ખ્વાબ દેખું’ રિલીઝ

praxpatel