દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયા માંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં એક સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતા અંદાજે 80 સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે.
કેવી રીતે થઈ દુર્ઘટના?
સમાચાર એજન્સી AFP ના જણાવ્યા મુજબ, એરફોર્સનું ‘હર્ક્યુલસ’ (Hercules) એરક્રાફ્ટ પ્યુર્ટો લેગુઈઝામોથી ટેકઓફ કરી રહ્યું હતું. ઈક્વાડોરની સરહદ નજીક ટેકઓફ સમયે જ વિમાન અકસ્માતનો શિકાર બન્યું હતું. આ વિમાનમાં 100 લોકોને લઈ જવાની ક્ષમતા હતી, પરંતુ દુર્ઘટના સમયે તેમાં 80 સૈનિકો સવાર હતા.
જંગલમાં સળગતું જોવા મળ્યું વિમાન
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, વિમાન જંગલના એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં વિમાનનો કાટમાળ અને તેમાંથી નીકળતી આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
બચાવ કામગીરી અને તપાસ
-
રેસ્ક્યૂ ઓપરેશન: સૈન્યની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
-
બચી ગયેલા સૈનિકો: કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 સૈનિકોને બચાવી લેવાયા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
-
કારણ: વિમાન ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રીનું નિવેદન
કોલંબિયા ના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે સોમવારે ટેકઓફ કરતી વખતે એક મોટું પરિવહન વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. પ્રધાન પેડ્રો સાંચેઝે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઇક્વાડોરની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરતી વખતે વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થયું હતું.
Un avión Hércules Militar se desplomó en Puerto Leguízamo, Putumayo. A bordo iban cerca de 150 personas. pic.twitter.com/j0jIwaD9Ei
— Mauricio Vanegas (@Marovaan) March 23, 2026
