To introduce the unity of farmers… to convince the government and private power companies in a dignified manner, let’s go to Tankara…
ખેડૂતોની એકતાનો પરિચય કરાવવા… સરકાર અને ખાનગી વીજ કંપનીઓને શાનમાં સમજાવવા માટે ચાલો ટંકારા….
તારીખ : બે ફેબ્રુઆરી 2026, સમય : સવારે 9.30 કલાકે, સ્થળ : અવસર પાર્ટી પ્લોટ, લતીપર રોડ, ટંકારા
ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદ્દેશ શું ???
2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટભાવના 4 ગણું વળતર માટે રાજસ્થાન સરકારે જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં પહેલો પરિપત્ર કરે નહિતર આવનાર દિવસોમાં આ રેલો ગાંધીનગર પણ આવી શકે છે એ મેસેજ સરકાર ને આપવા માટે
આ ટ્રેક્ટર યાત્રા ઐતિહાસિક શા માટે ??
બે ફેબ્રુઆરી ના રોજ યોજાનાર આ ટ્રેકટર યાત્રા એટલા માટે ઐતિહાસિક બની રહેશે કારણ કે વીજ લાઇનથી પીડિત મોરબી જિલ્લાના હજારો ખેડૂતો સ્વયંભુ સ્વખર્ચે ટ્રેક્ટર લઈને આ યાત્રામાં જોડાશે…. અને અન્ય જિલ્લાના ખેડૂતો મોરબી જિલ્લાના ખેડૂતોએ ઉપાડેલ આ લડતને સાથ સહકાર અને સમર્થન આપવા પોતાનો એક દિવસ આ લડતને સમર્પિત કરી લડતમાં જોડાશે….. આ ટ્રેકટર યાત્રા ઐતિહાસિક એટલા માટે છે કે ગુજરાતમાં અગાઉ ક્યારેય કોઈપણ રાજકીય પક્ષ દ્વારા પણ ટ્રેકટર રેલી કરી હોય અને એમાં ટ્રેક્ટર ન હોય એનાથી ત્રણ ચાર ગણા ટ્રેકટર લઈને ખેડૂતો જોડાશે….
ટ્રેક્ટર યાત્રામાં કયા ક્યા જિલ્લાના ખેડૂતો જોડાશે. ?
મોરબી જિલ્લાના હળવદ, માળીયા, ટંકારા, મોરબી, વાંકાને તાલુકાના ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાશે ટ્રેક્ટર ન હોય એવા ખેડૂતો આખો દિવસ હાજરી આપશે… મોરબી જિલ્લા ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, વાવ થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો ઉપસ્થિત રહેવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોને ફોન કરીને જાણ કરી રહયા છે કે અમે આવીએ છીએ.
ગુજરાતના દરેક ખેડૂતોએ આ લડત પોતાની છે એમ સમજીને શા માટે જોડાવું જોઈએ….?
ગુજરાતમાં કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં જ સૂર્ય અને પવન ઉર્જા (સોલાર એન્ડ વિન્ડ એનર્જી) દ્વારા ગુજરાતને જરૂરિયાત છે એનાથી 10 – 12 ગણી વીજળી આવતા 5 – 10 વર્ષમાં પેદા કરવા માટેના પ્રોજેક્ટ ખાનગી વીજ કંપનીઓએ ચાલુ કરી દીધા છે આ વીજળી પેદા થશે એટલે જમ્મુ – કાશ્મીર થી ટેલાંગણા સુધીના રાજ્યોમાં વેચવા માટેના એગ્રીમેન્ટ ત્યાંની સરકાર સાથે કરી ચુકી છે આ વીજળી ત્યાં પહોંચાડવા માટે આખા ગુજરાતને ચીરતી 440kv, 765kv, 800kv, 1200kv જેવી હેવી વીજ લાઈનો પસાર થવાની છે અને આ દરેક વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી જ પસાર થશે… તો એવું બને અત્યારે તમારા ખેતરમાં વીજ લાઈન ન આવતી હોય પણ આવતીકાલે આવશે જ… માટે અત્યારે જ આ લડતમાં ભાગીદાર બનો… ખેડૂતોની એકતાનો પરિચય આપો… તમે કયા જિલ્લાના છો એ મહત્વનું નથી તમે ખેડૂત છો અને આ લડત ખેડૂતોની છે એ મહત્વનું છે માટે તમારો એક દિવસ કાઢી બે ફેબ્રુઆરી ના રોજ ટંકારા અવશ્ય પધારો….
2013 ના જમીન સંપાદન કાયદા મુજબ રાજસ્થાન સરકારે જેમ માર્કેટભાવના 4 ગણું વળતરનો પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પરિપત્ર ન કરે તો આવનાર દિવસોમાં ખેડૂતભાઈઓ એક વધારે દિવસ ફાળવવાનો છે ને બે તારીખે મોરબી જઈએ છીએ ભવિષ્યમાં ગાંધીનગર હજારો ટ્રેકટર લઈને જઈશું પણ પરિપત્ર તો કરાવીને જંપીશું…..
જો આપ ખેડૂત છો તો….
પહેલું કામ :- તમે ગુજરાતના કોઈપણ જિલ્લાના ખેડૂત હોવ પણ તમારો એક દિવસ ખેડૂતોની લડતને આપવા નિર્ણય કરો અને 2 તારીખે સવારે 9.30 વાગ્યે ટંકારા પહોંચવાની તૈયારી કરો….
બીજું કામ :- આ મેસેજ તમારા ધ્યાનમાં હોય તેવા સમાજના ગૃપો, ગામના ગૃપો, ખેડૂતોના ગૃપોમાં તાત્કાલિક મૂકી ગુજરાતના એક એક ખેડૂતને સંદેશો પહોંચાડી ટંકારા આવવા આમંત્રણ આપો
ત્રીજું કામ :- તમે પોતે આ બાબતે એક નાનો વિડિઓ બનાવી તમારા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકો
(તમને જેવી ભાષામાં વાત કરતા આવડે એવી રીતે આમંત્રણ આપતો વિડિઓ બનાવો તમારો દરેક ખેડૂતોનો વિડિઓ આ લડતને ખૂબ મોટું બળ આપશે એટલે તમારો વિડિઓ બનાવવાનું ભૂલતા નહિ)
ચોથું કામ :- તમારા જાણીતા જેટલા યુ-ટ્યુબરો છે, સોશિઅલ મીડિયામાં જેના ખૂબ સારા વ્યવર છે તેવા લોકોને ખાસ તમે પોતે જ આમંત્રિત કરો
પાંચમું કામ :- (ખાસ મોરબી જિલ્લાના ખેડૂતભાઈઓ માટે)
તમારો તાલુકો કયો છે એ મહત્વનું નથી… મોરબી જિલ્લો આવનાર 5 – 10 વર્ષમાં આ વીજ લાઈનોના કારણે કરોળિયાના જાળા સમાન થઈ જવાનો છે એ યાદ રાખજો…. આજે નહિ તો કાલે તમારો વારો નક્કી છે… તો તમારા ખૂબ મહત્વના કામમાંથી એક દિવસ તમારા ટ્રેકટર સાથે ટંકારા થી મોરબી ની આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રામાં અવશ્ય જોડાઓ… જો ટ્રેક્ટર લઈને કોઈ કારણસર નથી પહોંચી શકતા તો…. તમારા મિત્રો સાથે રૂબરૂ હાજરી આપવાનું ભૂલતા નહિ….
લડીશું તો જીતીશુ……
જય જવાન જય કિસાન….
જય જગત…..
લી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ…
વતી.
પાલભાઈ આંબલિયા
9924252499
