Gujarat Plus
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

કાટમાળમાંથી લાશો બહાર કાઢતા હતા ત્યાં ફરી વેનેઝુએલામાં ભૂકંપના આંચકા: મૃત્યુઆંક ૧,૦૦૦ ને પાર

કાટમાળમાંથી લાશો બહાર કાઢતા હતા ત્યાં ફરી વેનેઝુએલા માં ભૂકંપના આંચકા: મૃત્યુઆંક ૧,૦૦૦ ને પાર

વેનેઝુએલા, કારાકાસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા (Venezuela) માં કુદરતી આપત્તિએ ભારે તબાહી મચાવી છે. બુધવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ શુક્રવારે પણ દેશના ઉત્તરી કિનારા પાસે ભૂકંપના આફ્ટરશોક્સ (Aftershocks) અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ નવા આંચકાની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. ભૂકંપના ડરથી લોકો ફરી એકવાર ઘરની બહાર ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.

રેસ્ક્યૂ ઓપરેશનમાં આવી રહ્યો છે અવરોધ

નવા આવેલા આંચકા રાજધાની કારાકાસ અને મારાકે શહેરમાં અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સના કારણે મકાનોના મલબા નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન (રાહત બચાવ કાર્ય) માં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સાંજે આવેલા બે શક્તિશાળી ભૂકંપે આખા દેશને હચમચાવી દીધો છે.

૧૨૫ વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ

બુધવારે આવેલો ભૂકંપ વેનેઝુએલા ના છેલ્લા ૧૨૫ વર્ષના ઇતિહાસનો સૌથી શક્તિશાળી અને વિનાશક ભૂકંપ હતો. આ આપત્તિમાં મોટી મોટી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે અને આખી વસાહતો મલબામાં ફેરવાઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ મૃત્યુઆંક ૧,૦૦૦ ને પાર પહોંચી ગયો છે અને હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દબાયેલા છે.

૫૦ હજારથી વધુ લોકો ગુમ હોવાની આશંકા

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના અંદાજ મુજબ, આ આપત્તિમાં મૃતકો અને ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા ૧૦,૦૦  થી વધુ હોઈ શકે છે. અત્યાર સુધીમાં ૩,૩૬૦ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વેનેઝુએલા સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં ગુમ થયેલા લોકોની સંખ્યા ૫૦,૦૦૦ થી વધુ થઈ ગઈ છે. હજારો પરિવારો મલબાની વચ્ચે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

DoT New SIM Card Rules: વધુ સિમ કાર્ડ વાપરતા લોકો સાવધાન! DoT નો નવો નિયમ લાગુ, આ ભૂલથી નંબર થશે સસ્પેન્ડ

praxpatel

IPL 2026: મોહમ્મદ શમીએ ઝહીર ખાનને પછાડ્યો, પાવરપ્લેમાં વિકેટ લેવાની યાદીમાં મોટો ઉલટફેર

praxpatel

પાલડીમાં ગમખ્વાર અકસ્માત: અંજલી ચાર રસ્તા પાસે ST બસે બાઇકને કચડી, ૪૦ વર્ષના યુવકનું ઘટનાસ્થળે મોત

praxpatel