Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

રાજકોટમાં કાકા-ભત્રીજીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક નરાધમ કાકાએ પોતાની જ ૧૪ વર્ષની સગીર ભત્રીજી પર છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો.

હોસ્પિટલમાં ફૂટ્યો પાપનો ભાંડો

સગીરાને પેટમાં દુખાવો થતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસ દરમિયાન તબીબોને બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી. તબીબોએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગર્ભનિરોધક ગોળીઓ હતી. ડોક્ટરોએ પિતાને જાણ કરતા આખા મામલાનો ખુલાસો થયો હતો.

ધમકી આપી ગુજારતો હતો અત્યાચાર

પિતાએ પૂછપરછ કરતા સગીરાએ રડતા રડતા આપવીતી સંભળાવી હતી:

  • ૩૭ વર્ષીય કૌટુંબિક કાકા છેલ્લા ૫ મહિનાથી બળજબરી કરતા હતા.

  • જ્યારે પિતા મજૂરી કામે જતા ત્યારે આરોપી ઘરમાં ઘૂસી આવતો હતો.

  • કોઈને કહી દેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

  • પકડાઈ ન જાય તે માટે સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો હતો.

પત્ની રિસામણે હતી અને ભત્રીજી પર નજર બગાડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીની પત્ની બાળકો સાથે પિયરમાં રિસામણે હતી. ઘરમાં પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપીએ આ નીચ કૃત્ય આચર્યું હતું. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે અને રાજકોટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટ બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ કાકાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપી સામે નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:

  • BNS કલમ: 65(1), 351(3)

  • પોક્સો એક્ટ: કલમ 4(2) અને 6(1)

સંબંધિત પોસ્ટ્સ

AMC માં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: ₹1.60 કરોડની વસૂલાત, અધિકારીઓ સામે એક્શન!

praxpatel

ગુજરાતમાં ગરમીથી મળશે રાહ: સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો

praxpatel

Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મની રિલીઝ પહેલા જ મોટો ઝટકો, છેલ્લા 2 કલાકમાં અનેક શો રદ, જાણો શું છે કારણ?

praxpatel